વડોદરા તાલુકા પોલીસની રહેમ નજર હેઠળ ખુલ્લેઆમ શરાબનું વેચાણ કરતા બેફામ બુટલેગરોના અડ્ડા પર સ્ટેટ મોનીટરીંગ સેલની ટીમે દરોડા પાડ્યા.
લક્ષ્મીપુરા ગામ પાસે ખુલ્લેઆમ ચાલતા બારને જોઈ SMCની ટિમ પણ ચોંકી ઉઠી. આઠ ઈસમોની ધરપકડ કરી ત્રણ બૂટલેગરોની શોધખોળ હાથ ધરી.વડોદરા તાલુકા પોલીસ ઊંઘતી ઝડપાઈ. તાલુકા પોલીસના નાક નીચે જ વિદેશી શરાબનું વેચાણ ચાલતું હતું. સ્થાનિકોની ફરિયાદ તાલુકા પોલીસે ન સાંભળતા આખરે SMCએ દરોડા પાડ્યા.બેફામ બનેલા બુટલેગરના અડ્ડા પર SMCએ દરોડા પાડતા બુટલેગરોમાં ફફડાટ ફેલાયો.પ્રાપ્ત માહિતી અનુસાર, લક્ષ્મીપુરા ગામ પાસે આવેલ ખોડિયારનગર સ્મશાન પાસે સ્ટેટ મોનીટરીંગ સેલ દ્વારા બાતમીના આધારે દરોડા પાડવામાં આવ્યા હતા.
દરોડા પાડવા ગયેલી SMCની ટીમ ખુલ્લેઆમ ચાલતા બારને જોઈ ચોંકી ઉઠી હતી. તાલુકા પોલીસની રહેમ નજર હેઠળ ખુલ્લેઆમ શરાબનું વેચાણ ચાલતું હતું. SMCની ટીમે 2.70 લાખનો મુદ્દામાલ જપ્ત કરી આઠ ઈસમોની ધરપકડ કરી હતી. જેમાં બુટલેગરે દારૂના અડ્ડા પર કેશિયર, સુપરવાઈર અને વેચાણ માટે એક માણસ પણ પગારથી રાખ્યો હતો. દારૂ લેવા આવેલ ગ્રાહકોની પણ SMCએ ધરપકડ કરી. તો બીજી તરફ પોલીસે ફરાર થઈ ગયેલા ત્રણ બૂટલેગરોની શોધખોળ માટે ચક્રો ગતિમાન કર્યા.
Reporter: News Plus