ચુરાચંદપૂરમાં બે મહિલાઓને જાહેરમાં નગ્ન કરી ફેરવવાની કલંકિત ઘટના બન્યા બાદ એક વર્ષ બાદ CBI દ્વારા ચાલી રહેલી તપાસમાં થયેલા ચોંકાવનારા ખુલાસોના લીધે ફરીથી આ મુદ્દો ચર્ચામાં આવ્યો છે. ધ ઈન્ડિયન એક્સપ્રેસના અહેવાલ મુજબ, સીબીઆઈએ ચાર્જશીટમાં કોર્ટને કહ્યું છે કી નગ્ન પરેડ અને યૌન શોષણનો ભોગ બનનારી બંને મહિલાઓ આ ઘટના બને તે પહેલા જ પોલીસ જિપ્સીમાં પહોચવામાં સફળ થઇ ચુકી હતી. પરંતુ જિપ્સીના ડ્રાઈવરે તેમને કહ્યું હતું કે તે કારની ચાવી તેની પાસે નથી. પોલીસે બંને મહિલાઓને પોતાની હાલતમાં ત્યાં છોડી દીધી હતી અને કહ્યું હતું કે ત્યાં કોઈ નથી એટલે તેને કોઈ ખતરો નથી.
સીબીઆઈ દ્વારા દાખલ કરવામાં આવેલી ચાર્જશીટ મુજબ, બંને મહિલાઓએ પોલીસને વિનંતી કરી હતી કે તેઓ તેમને પોલીસવેનમાં સલામત સ્થળે લઈ જાય. પોલીસ જિપ્સીમાં અન્ય બે પુરૂષ પીડિતો પણ બેઠા હતા. ચાર્જશીટમાં એમ પણ કહેવાયું છે કે પોલીસકર્મીઓ મોકો જોતા જ કાર છોડીને ચાલ્યા ગયા હતા, બાદમાં ત્યાં આંદોલન કરી રહેલી ભીડ આવી પહોંચી હતી અને મહિલાઓને જીપ્સીમાંથી બહાર કાઢી નગ્ન કરીને જાહેરમાં ફેરવવામાં આવી હતી અને જાતીય શોષણ પણ કરવામાં આવ્યું હતું.
તપાસમાં એવું પણ જાણવામાં મળ્યું હતું કે ફરિયાદી ત્રણ પીડિતા, તેમની પુત્રી અને એક પૌત્રી સાથે જંગલમાં ભાગી ગયા હતા. ત્યાં એક પરિવારના છુપાવવાની જગ્યા જોઇને ભીડમાંથી ‘અહિયાં લોકો છુપાયા છે’ તેવી બુમ્પ પાડવા લાગ્યા. ત્યારે ભીડમાંથી એક શખ્સ કુહાડી લઈને દોડ્યો અને ધમકાવતા બોલ્યો કે “તમે લોકોએ જે રીતે ચુરાચંદપુરમાં અમારી સાથે (મૈતી લોકો) સાથે વર્ત્યા છો, અમે પણ તમારી સાથે એવું જ કરીશું. ટોળાએ બળજબરીથી પરિવારના તમામ સભ્યોને મુખ્ય રસ્તા પર લાવી તેમને અલગ કરી દીધા હતા.
Reporter: News Plus