વડોદરામાં ભાજપ ઉમેદવારને હસતાં હસતાં કહ્યું- 5 વર્ષથી ઉભરાય છે, કોઈ સાંભળતું નથી, કાંઈક કરાવો ને...
લોકસભાની ચૂંટણીને આડે હવે ગણતરીના દિવસો બાકી રહ્યા છે. ત્યારે ભાજપ અને કોંગ્રેસના ઉમેદવારો દ્વારા પ્રચારનું જોર વધારી દેવામાં આવ્યું છે. મોડી સાંજે વડોદરામાં પ્રચારમાં નીકળેલા ભાજપના ઉમેદવારને ગટરની સમસ્યાથી ત્રાહિમામ દંપતીની રજૂઆતનો સામનો કરવાનો વખત આવ્યો હતો. પરિવારે હસતાં-હસતાં ભાજપના ઉમેદવાર અને ભાજપના સ્થાનિક અગ્રણીઓને કહ્યું કે, પાંચ વર્ષથી આ ગટર ઉભરાય છે. ઘણી રજૂઆતો કરી પણ કોઈ સાંભળતું નથી. આનું કાંઈક કરાવો ને
દંપતીએ હસતાં-હસતાં રજૂઆત કરી દીધી
એક દંપતી હેમાંગ જોશીને જણાવ્યું કે, છેલ્લાં 5 વર્ષથી ડ્રેનેજ લાઈન ઉભરાવાની સમસ્યા છે. સ્થાનિક આગ્રણીઓને અને કાઉન્સિલરોને અનેક વખત રજૂઆતો કરવા છતાં સમસ્યાનો ઉકેલ આવતો નથી. આનું કાંઈક કરાવો ને. જોકે, પરિવારની રજૂઆતની ઉમેદવાર ઉપર કોઇ અસર જોવા મળી નહોતી. જોકે, પરિવારે હસતાં-હસતાં રોષ ભર્યા ચહેરા સાથે પોતાની રજૂઆત કરી દીધી હતી.
Reporter: News Plus