વડોદરા : સમગ્ર ગુજરાત સહિત વડોદરા જિલ્લામાં ભારે વરસાદ ને કારણે દેવ ડેમ તેમજ ઢાઢર નદીમાં પુષ્કળ પ્રમાણ માં પાણી ની આવક ને પગલે દેવ ડેમ માંથીછોડાયેલા પાણીને લઈ ઢાઢર નદી ગાંડી તુર બની હતી.
ઢાઢરના પાણીએ ડભોઈ તાલુકાના ૧૨ જેટલા ગામોમાં ભારે તારાજી સર્જી હતી જેમાં લોકોના ઘર વખરીનો સામાન તથા ખેતરો પાકને ભારે નુકશાન થયું હતું. વળતર મળે તે અંગે સરકારમાં રજુઆત કરી હતી. જેને પગલે આજરોજ તાલુકા વિકાસ અધિકારી તથા તલાટીની અધ્યક્ષતામાં ઢાઢરના પાણીથી નુકશાન પામેલ ૧૨ જેટલા ગામોમાં કેસડોલ સહાયનું વિતરણ કરવામાં આવ્યું હતું.
સરકારના આદેશ બાદ નદી પૂરના પાણીથી આવેલ પૂરનું છેલ્લા બે દિવસથી અધિકારીઓ દ્વારા સર્વે કરવામાં આવ્યું હતું અને આજ રોજ સર્વે કરી ૧૨ જેટલા ગામોને કેસડોલ સહાય ચૂકવવામાં આવી હતી.
Reporter: admin