News Portal...

Breaking News :

વેરાના વળતર રૂપે પ્રાથમિક સુવિધાઓ ઉપલબ્ધ કરાવવામાં તંત્ર નિષ્ફળ:વિપક્ષના નેતા ચંદ્રકાન્ત શ્રીવાસ્તવ

2024-08-31 16:24:25
વેરાના વળતર રૂપે પ્રાથમિક સુવિધાઓ ઉપલબ્ધ કરાવવામાં તંત્ર નિષ્ફળ:વિપક્ષના નેતા ચંદ્રકાન્ત શ્રીવાસ્તવ


વડોદરા : દર વર્ષની જેમ આ વર્ષે તા.31મી ઓગસ્ટના રોજ વડોદરા મહાનગરપાલિકા કચેરી ખાતે અખિલ હિન્દ સ્થાનિક સ્વરાજ્ય દિનની સ્થાપના દિવસ નિમિત્તે ધ્વજવંદન કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો.જેમાં વડોદરાના મેયર પિન્કી સોનીના વરદહસ્તે ધ્વજવંદન કરવામાં આવ્યું હતું. 


ઇ.સ. 1881 માં સ્વ. ભરતીવાલાજીને એક વિચાર આવ્યો હતો કે સ્થાનિક સંગઠનને કેવી રીતે બળ આપવું અને તેમણે પોતાના વિચારને મૂર્તિમંત્ર કર્યો જેમાં કરવેરાની આવકનો ઉપયોગ સ્થાનિક લોકોના વિકાસ માટે ઉપયોગ કરવો અને તે રીતે પાલિકા તંત્ર દ્વારા વેરાની આવકમાંથી શહેરના નાગરિકો માટે વિકાસની સવલતો, સુવિધાઓ પૂરી પાડવામાં આવે છે આ ધ્વજવંદન કાર્યક્રમ પ્રસંગે મેયરે શહેરના મ્યુનિ. કમિશનર, સફાઇસેવકો તથા પાલિકા તંત્ર દ્વારા શહેરના નાગરિકોની સુવિધાઓ માટેની સેવા બદલ સૌનો આભાર વ્યક્ત કર્યો હતો. 


જ્યારે વિપક્ષના નેતા ચંદ્રકાન્ત શ્રીવાસ્તવે શાશકપક્ષને આડે હાથ લેતાં જણાવ્યું હતું કે, અગાઉ ઓક્ટ્રોય થકી આવક આવતી હતી તે સરકારે બંધ કરાવી પૂર્વ મેયર ઠાકોરભાઇના સમયમાં દેશમાં સૌ પ્રથમ ગેસ વડોદરામાં હતો આ ગેસ કંપની સરકારે પોતાના હસ્તક કરી લીધી નાગરિકોની અને શહેરની સુવિધાઓ પર કાપ મૂક્યો હોવાનું તથા આજે વડોદરામાં પૂર જેવી પરિસ્થિતિ વચ્ચે લોકોની બચાવ કામગીરી માટે એનડીઆરએફ ને પેટ્રોલ ડિઝલ પૂરું પાડી શકતી નથી તે બાબતને શરમજનક ગણાવી હતી. લોકોને વેરાના વળતર રૂપે પ્રાથમિક સુવિધાઓ ઉપલબ્ધ કરાવવામાં તંત્ર નિષ્ફળ રહ્યું હોવાના તથા પાંચ દિવસ પુરમાં લોકોને ભારે નુકસાન તથા તંત્રની અણ આવડતને કારણે લોકોને ઘરમાં પૂરાઇ રહેવાનો વારો આવ્યો હોવાના લોકો બરબાદીને કારણે રોડપર આવી ગયા હોવાના આક્ષેપો કર્યા હતા.

Reporter: admin

Related Post