વડોદરા :ભયાનક પૂરની સ્થિતિ બાદ કોંગ્રેસના કાર્યકરોએ ભાજપને ઘેરવામાં કોઈ કચાશ બાકી રાખી નહોતી.
આજે વડોદરા કલેક્ટરની કચેરીએ પહોંચીને 'ભાજપ હાય...હાય...', 'શહેરના ધારાસભ્ય, સાંસદ, ગૃહમંત્રી-મુખ્યમંત્રી શરમ કરો...શરમ કરો...'ના નારા લગાવ્યા હતા. કોંગ્રેસના દેખાવના આયોજનને પગલે પોલીસે કોંગ્રેસીઓને રોકવાના પ્રયાસ કર્યા હતા. જો કે કોંગ્રેસના કાર્યકરોએ જરાય કૂણું વલણ ન દાખવતાં આક્રમક રીતે નારેબાજી ચાલુ રાખતાં મામલો બીચક્યો હતો અને પોલીસ સાથે જ ઝપાઝપી થવા લાગી હતી. કોંગ્રેસના શહેર પ્રમુખે રજૂઆત કરતા કહ્યું હતું કે, 'દર વખતે મુખ્યમંત્રી અને ગૃહમંત્રી શહેરની મુલાકાતે આવે છે. ત્યારે પોલીસ કાંતો અમને પકડી જાય છે અથવા તો નજર કેદ કરી લે છે.
વડોદરાની પ્રજાને કેશડોલના નામે 1000-2000 રુપિયા આપીને મશ્કરી કરવામાં આવી રહી છે. લોકોનો એક વર્ષનો ઘર વેરો, લાઇટ બિલ માફ કરવામાં આવે. વિશ્વામિત્રીના કિનારા પર દબાણો કરીને બનાવાયેલા મોલ તેમજ હોટલો અને ભાજપના નેતાઓના બંગલા તોડવામાં આવે. સરકારના મંત્રીઓ માત્ર ફોટો શેસન કરવા માટે વડોદરા આવ્યા છે.'વડોદરા શહેરમાં નાગરિકોનું ખૂબ મોટું નુક્સાન થયું છે.વડોદરા શહેર કોંગ્રેસ દ્વારા વડોદરાના કલેકટરને આવેદનપત્ર આપીને વડોદરાની પ્રજાને આર્થિક સહાય અને જે અધિકારીઓના ભ્રષ્ટાચાર ના લીધે વડોદરાને આ મહાવિનાશક પૂરનો સામનો કરવો પડ્યો છે, તે તમામ ની સામે કાર્યવાહી કરવા આજરોજ કલેકટર આવેદન આપી ઉગ્રહ રજૂઆત કરવામાં આવી હતી કોંગ્રેસ પક્ષના વિરોધ પક્ષના નેતા ચંદ્રકાંત શ્રીવાસ્તવ કોંગ્રેસ પ્રમુખ ઋત્વિક જોશી તથા તમામ કોંગ્રેસના કાર્યકર્તા ઉપસ્થિત મોટી સંખ્યામાં રહ્યા હતા.
Reporter: admin