સન 2019માં અમેરિકાએ દાવો કર્યો હતો કે હમઝાનું મોત હવાઈ હુમલામાં થયું હતું. તત્કાલીન અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે પણ 14 સપ્ટેમ્બર 2019ના રોજ તેની પુષ્ટિ કરી હતી.
આતંકવાદી ઓસામા બિન લાદેનનો પુત્ર હમઝા બિન લાદેન જીવિત છે. હમઝા અફઘાનિસ્તાનમાં અલકાયદાનું નેટવર્ક ઉભું કરવામાં વ્યસ્ત છે.અખબાર મિરરના અહેવાલમાં કહેવામાં આવ્યું છે કે હમઝા તેના ભાઈ અબ્દુલ્લા બિન લાદેન સાથે મળીને અફઘાનિસ્તાનમાં ગુપ્ત રીતે અલ કાયદાનું નેટવર્ક ચલાવી રહ્યો છે.મિરરે તાલિબાન વિરોધી સૈન્ય સંગઠન નેશનલ મોબિલાઇઝેશન ફ્રન્ટ (NMF)ના અહેવાલને ટાંકીને આ દાવો કર્યો છે. NMFએ પોતાના રિપોર્ટમાં હમઝા અને તેના સહયોગીઓ વિશે માહિતી આપી છે.હમઝાએ વર્લ્ડ ટ્રેડ સેન્ટર હુમલામાં સામેલ આતંકવાદી મોહમ્મદ અતાની પુત્રી સાથે લગ્ન કર્યા હતા.
હમઝા 450 સ્નાઈપર્સની સુરક્ષામાં રહે છે.અખબાર મિરર અનુસાર, NMFએ પોતાના રિપોર્ટમાં કહ્યું છે કે હમઝા ઉત્તર અફઘાનિસ્તાનમાં છુપાયેલો છે. તેની સુરક્ષા માટે 450 સ્નાઈપર્સ હંમેશા તૈનાત હોય છે. હમઝાને આતંકનો રાજકુમાર કહેવામાં આવે છે. MNFએ કહ્યું છે કે 2021માં તાલિબાનના આગમન બાદથી અફઘાનિસ્તાન આતંકવાદી જૂથો માટેનું પ્રશિક્ષણ કેન્દ્ર બની ગયું છે.રિપોર્ટ અનુસાર, હમઝા પંજશીરના દારા અબ્દુલ્લા ખેલ જિલ્લામાં છે. જ્યાં તેની સુરક્ષા માટે આરબ અને પાકિસ્તાની તૈનાત છે. તેમના આદેશ હેઠળ અલ કાયદા ફરી એકવાર ઉછળી રહ્યું છે. તે પશ્ચિમી દેશો પર ભવિષ્યના હુમલાની પણ તૈયારી કરી રહ્યું છે.NMFએ દાવો કર્યો છે કે અફઘાનિસ્તાનમાં અલ કાયદા સિવાય 21 અન્ય આતંકવાદી સંગઠનોના તાલીમ કેન્દ્રો પણ ચાલી રહ્યા છે.
Reporter: admin