શિવપુરી : મહિલાઓને પુરુષ સમોવડી અને ખાસ મહિલાઓ માટે અનામત જેવી વિચારધારા વચ્ચે એક આંચકા રૂપ ખબર છે કે દેશના એક ભાજપ સાશિત રાજ્યમાં શાકભાજીની બજાર પેઠે મહિલાઓની બજાર ભરાય છે અને ખરીદાર પુરુષોની પડાપડી થાય છે.
આ બજારમાં ખરીદારી માટે ઉમટતા પુરુષો રંગ, કદ-કાઠી પ્રમાણે દામ ચૂકવે છે અને મહિલા કે યુવતી ખરીદાય જાય છે. પણ સબૂર, જો તમે એમ માનતા હો કે આ ખરીદાએલી મહિલા કે યુવતી માત્ર ઉપભોગ માટે જ ખરીદવામાં આવે છે તો તેવું એવું લગારે’ય નથી.દેશના ભાજપ સાશિત રાજ્ય મધ્ય પ્રદેશના શિવપુરીની ઘટના છે, જ્યાં મહિલા કરારથી ખરીદારી એક રિવાજ છે. પ્રથા છે.આ પ્રદેશ વિસ્તારની આ ખાસિયત કહો કે પરંપરા. જ્યાં મહિલાઓને નારી તરીકે પૂજવામાં આવે છે તેવા દેશના આ ખાસ વિસ્તાર શિવપુરીમાં ખાસ મહિલા બજાર ભરાય છે.મધ્યપ્રદેશના શિવપુરીમાં એક એવી જગ્યા છે જ્યાં મહિલાઓ ખરીદાય છે ભાડા કરાર થી. આ દુષ્પ્રથાનું નામ છે ‘ઘડિચા’ સમગ્ર પંથકના પુરુષો અહીં આવી અને ‘ડીલ’થયા મુજબ છોકરીઓ કે મહિલાને ભાડેથી લઈ જાય છે .
આ સોદા દરમિયાન એક ભાડા કરાર થાય છે. જેમાં સેમી ગાળો પણ નક્કી હોય છે. આ બજારમાં પુરુષ પોતાની પસંદગીની છોકરી કે મહિલાને લઈ જાય છે. પસંદગી માપદંડ છોકરી કે મહિલાને એક નજરે જોઈ લેવાની પછી ગમે એટલે વાત આગળ વધે છે.મધ્યપ્રદેશના પછાત અને ગરીબ પરિવારના લોકો પોતાના ઘર/ કુટુંબની દીકરીઓ કે મહિલાઓને લઈને આ બજારમાં આવે છે. પુરુષો પોતાની મનપસંદ સ્ત્રીની કિમત નક્કી કરે છે. અને તેણીને પોતાની સાથે લઈ જાય છે. અહીં આવતા પુરુષો ઘણા સામાજિક કારણોસર મહિલાઓને ‘ટ્રાફિક’ કરે છે. કેટલાક લોકો પોતાના પરિવારના વડીલોની સેવા માટે, તો કેટલાક જેઓ લગ્ન નથી કરી શકતા તેઓ થોડા સમય માટે પત્ની ભાડેથી ખરીદે છે. જો કે, મહિલાઓને સોદો નકારવા માટે પૂર્ણ સ્વતંત્રતા અને અધિકાર છે.
Reporter: admin