હૉલીવૂડના ગાયક અને બૉલિવૂડ અભિનેત્રી પ્રિયંકા ચોપરા ના પતિ નિક નિક તેના અંગત જીવનને કારણે હંમેશા ચર્ચામાં રહે છે. તેણે પોતાનાથી દસ વર્ષ નાની પ્રિયંકા સાથે લગ્ન કર્યા ત્યારે પણ ખુબ ચર્ચામાં હતો. જોકે, નિકે પ્રિયંકા સાથે લગ્ન કર્યા તે પહેલા પણ તે અનેક અમેરિકન સેલેબ્ઝને ડેટ કરી ચૂક્યો છે. આવો જાણીએ નિક જોનસના લવ અફેર વિશે…
૧૬ સપ્ટેમ્બર ૧૯૯૨ના રોજ જન્મેલા નિક જોનસનું સાચું નામ નિકોલસ જેરી જોનસ છે. તેણે ૧૩ વર્ષની ઉંમરમાં તેણે કારકિર્દીની શરુઆત કરી હતી. વર્ષ ૨૦૧૬માં રિલીઝ થયેલા તેના પ્રથમ આલ્બમ ‘ઇટ્સ અબાઉટ ટાઇમ’ને જબરજસ્ત સફળતા મળી હતી. આ સફળતા સાથે ડિઝની ચેનલ પર પણ તેણે નામના મેળવી હતી. ત્યારબાદ ઇન્ડસટ્રીમાં તેનું નામ થવા લાગ્યું હતું.ડિઝની ચેનલ પર કામ કરતી વખતે જ નિક જોનસ પહેલીવાર પ્રેમમાં પડ્યો હતો. તે પહેલીવાર પ્રેમમાં પડ્યો ત્યારે તેની ઉંમર માત્ર ૧૪ વર્ષની હતી. નિક જોનસનો પહેલો પ્રેમ ડિઝની સ્ટાર અને અમેરિકન ગાયિકા-અભિનેત્રી માઇલી સાયરસ હતો. એક ઈન્ટરવ્યુ દરમિયાન નિકે પોતે કબૂલ્યું હતું કે, માઈલી એ પહેલી છોકરી હતી જેને તેણે કિસ કરી હતી. તેઓ જૂન ૨૦૦૬થી ડિસેમ્બર ૨૦૦૭ સુધી રિલેશનશિપમાં હતા. વર્ષ ૨૦૦૮માં નિક જોનસના જીવનમાં નવી પ્રેમિકાનું આગમન થયું હતું. નિકને અમેરિકન ગાયિકા સેલેના ગોમઝે સાથે પ્રેમ થયો હતો. સેલેના અને નિકે મ્યુઝિક ‘બ્રૂનિન અપ’માં સાથે કામ કર્યું હતું. એ દરમિયાન બન્ને રિલેશનમાં આવ્યા હતા. જોકે, બન્નેના સંબંધો પર બહુ ટુંક સમયમાં પુર્ણવિરામ મુકાઈ ગયું હતું.
ત્યારબાદ વર્ષ ૨૦૧૧માં નિક જોનસને ઓસ્ટ્રેલિયન ગાયિકા ડેલ્ટા ગુડરેમ સાથે પ્રેમ થયો હતો. માત્ર ૧૦ મહિના સુધી ચાલેલ આ સંબંધનો ફેબ્રુઆરી ૨૦૧૧માં અંત આવ્યો હતો. ડેલ્ટા નિક કરતાં લગભગ આઠ વર્ષ મોટી હતી. વર્ષ ૨૦૧૩માં ફેશન જગતની લોકપ્રિય મોડલ ઓલિવિયા કલપોના પ્રેમમાં નિક જોનસ પડ્યો હતો અણે બન્ને રિલેશનશિપમાં હતા. જોકે, આ સંબંધ બે વર્ષ સુધી ચાલ્યો અને વર્ષ ૨૦૧૫માં બન્ને અલગ થઈ ગયા હતા.પછી વર્ષ ૨૦૧૮માં નિક જોનસના જીવનમાં તેની ‘લેડી લવ’ પ્રિયંકા ચોપરા આવી. ધીમે-ધીમે બન્નેની નિકટતા વધતી ગઈ. ૨૦૧૮ના મે મહિનામાં આ નિકટતાઓ વધારે વધી અને જૂન મહિનામાં નિકે ગ્રીસમાં પ્રિયંકાને પ્રપોઝ કર્યું હતું. તે જ વર્ષે ઑગસ્ટ મહિનામાં તેમની રૉકા સેરેમની થઈ અને વર્ષના અંતે ડિસેમ્બર મહિનામાં લગ્ન બંધનમાં બંધાયા હતા. નિક જોનસ અને પ્રિયંકા ચોપરા વચ્ચે દસ વર્ષનું અંતર છે. બન્ને અત્યારે સુખી લગ્નજીવન જીવી રહ્યાં છે. આ વર્ષની શરુઆતમાં એટલે કે જાન્યુઆરી ૨૦૨૨માં બન્ને સરોગસી દ્વારા પુત્રી માલતી મેરી ચોપરા જોનસના માતાપિતા બન્યા છે.Share:
Reporter: News Plus