News Portal...

Breaking News :

દીપિકા પાદુકોણનો હેન્ડસમ હીરો, પત્નીને ભૂલી ગર્લફ્રેન્ડના પ્રેમમાં થયો પાગલ, 50ની ઉંમરે લગ્ન કર્યા વિના જ બન્યા પિતા

2024-05-04 15:30:21
દીપિકા પાદુકોણનો હેન્ડસમ હીરો, પત્નીને ભૂલી ગર્લફ્રેન્ડના પ્રેમમાં થયો પાગલ, 50ની ઉંમરે લગ્ન કર્યા વિના જ બન્યા પિતા


કદ-કાઠીમાં એકદમ હેન્ડસમ દેખાતો એ એક્ટર, જેણે બોલિવૂડમાં કરિયર શરૂ કરતાં પહેલા એક સક્સેસફુલ મોડેલ તરીકે કામ કર્યુ. કરિયરની શરૂઆતમાં કેટલીક ફિલ્મોમાં કામ કર્યુ પરંતુ કરિયરને સાચી દિશા દીપિકા પાદુકોણની ફિલ્મમાં કામ કર્યા બાદ જ મળી. 20 વર્ષના સંબંધો તોડીને, બે દીકરીઓને છોડી પોતાની ગર્લફ્રેન્ડ સાથે રહેવા લાગ્યો. આટલું જ નહીં, ગર્લફ્રેન્ડ સાથે લગ્ન કર્યા વિના જ તેના બાળકનો પિતા બની ગયો.દીપિકા પાદુકોણનો તે હીરો જેણે કરિયરની શરૂઆત વર્ષ 2001માં કરી હતી. પોતાની પહેલી ફિલ્મ માટે તેને અવોર્ડ પણ મળ્યો હતો. મોડેલિંગ કરતાં એક્ટરે લગ્ન પણ કરી લીધાં હતાં. તેની પત્ની પણ ફેમિના મિસ ઇન્ડિયા રહી. બંનેએ વર્ષ 1998માં લગ્ન કરી લીધાં પરંતુ બે દીકરીઓનો પિતા બન્યા બાદ પત્ની સાથે સંબંધો તોડીને ગર્લફ્રેન્ડ પર લટ્ટુ થઇ ગયા 


પોતાની પર્સનલ અને પ્રોફેશનલ લાઇફને લઇને ચર્ચામાં રહેતો એક્ટર બીજું કોઇ નહીં પરંતુ અર્જૂન રામપાલ છે. જે પોતાની પત્નીને ભૂલી, ગર્લફ્રેન્ડના પ્રેમમાં પાગલ થઇ ગયો. આ સમાચાર સામે આવ્યા બાદ તે સતત ચર્ચામાં રહ્યો. અર્જૂનના અફેર્સ અને બ્રેકઅપના સમાચાર લોકોની જીભે ચડેલા રહે છે.
બોલિવૂડના હેન્ડસમ હંક સ્ટાર અર્જૂન રામપાલે પહેલા લગ્ન મોડેલ મેહર જેસિયા સાથે કર્યા હતાં. આ લગ્નથી તેને બે દીકરીઓ પણ છે. પરંતુ લગ્નના 21 વર્ષ બાદ જ બંને અલગ થઇ ગયાં અને ડિવોર્સ લઇ લીધાં. ડિવાર્સ બાદ અર્જૂન સાઉથ આફ્રિકન મોડલ ગેબ્રિયાલા સાથે રિલેશનશિપમાં આવ્યો અને બંને લિવઇનમાં રહેવા લાગ્યાં.
અર્જૂન અને સાઉથ આફ્રિકન મોડેલ ગેબ્રિયાલાના અફેરની ચર્ચા ખૂબ થઇ. તે દરમિયાન તો અર્જૂન જાણે કે ગર્લફ્રેન્ડ ગેબ્રિયાલા સાથે લિવ ઇનમાં રહેવાને લઇને લોકોની જીભે ચડેલો હતો. તે બાદ તે લગ્ન વિના જ એક દીકરાનો પિતા પણ બન્યો. 


વર્ષ 2023માં જ્યારે અર્જૂન 50 વર્ષનો હતો ત્યારે તે ફરી પિતા બન્યો અને તેની ગર્લફ્રેન્ડ ગેબ્રિયાલા સાથે લગ્ન કર્યા વિના જ બીજા બેબી બોયને જન્મ આપ્યો હતો. બંનેએ હજુ સુધી લગ્ન કર્યા નથી પરંતુ બે બાળકોના પેરેન્ટ્સ બની ચુક્યા છે. પિતા બનેલો અર્જૂન રામપાલ પોતાના બાળકોને ભગવાનનો આશિર્વાદ માને છે.
જો અર્જૂન રામપાલની ગર્લફ્રેન્ડની વાત કરીએ, જેની સાથે તે લિવઇનમાં રહે છે. ગેબ્રિયાલા સોશિયલ મીડિયા પર ખૂબ જ એક્ટિવ રહે છે. તેની દરેક પોસ્ટ પર તેના ફેન્સ દિલ ખોલીને કોમેન્ટ્સ કરે છે. ઘણીવાર તે પોસ્ટથી પોતાના ફેન્સને એન્ટરટેઇન પણ કરે છે.
જણાવી દઇએ કે, અર્જૂન રામપાલે વર્ષ 2007માં દીપિકા પાદુકોણ સાથે ફિલ્મ ‘ઓમ શાંતિ ઓમ’માં કામ કર્યુ હતું. જ્યાં આ ફિલ્મથી દીપિકા પાદુકોણને મોટી ઓળખ મળી, ત્યાં અર્જૂન રામપાલના ફ્લોપ કરિયર માટે આ ફિલ્મ વરદાન સાબિત થઇ. તેણે વિલન બનીને લોકોના દિલ જીતી લીધાં

Reporter: News Plus

Related Post