News Portal...

Breaking News :

ભાજપના જ પૂર્વ મંત્રી કક્ષાના નેતાનું જમીન કૌભાંડ, નિયમોનું છડે ચોક ભંગ કરીને મંજૂરી મેળવી

2024-09-23 09:52:10
ભાજપના જ પૂર્વ મંત્રી કક્ષાના નેતાનું જમીન કૌભાંડ, નિયમોનું છડે ચોક ભંગ કરીને મંજૂરી મેળવી


ભાજપના પૂર્વ કોર્પોરેટર દ્વારા પૂર્વ મંત્રી રાજેન્દ્ર ત્રિવેદી પર આક્ષેપ લગાવતા જણાવ્યું હતું કે તેમના દ્વારા સમા વિસ્તારમાં આવેલા એક પ્લોટને ખોટી રીતે પચાવી પાડવામાં આવ્યો છે તેમજ મંત્રી ના જોરે પાલિકાના નિયમોના છડે ચોક ભંગ કરીને નકશો પણ પાસ કરાવી દેવામાં આવ્યો અને તેમના પર બાંધકામ પણ શરૂ કરી દેવામાં આવ્યું હતું પરંતુ જે તે વખતે આ બાબતે કલેકટર અને તત્કાલીન મુખ્યમંત્રીને પણ જાણ કરવામાં આવી હતી પરંતુ કોઈ પણ પ્રકારની કાર્યવાહી કરવામાં ન આવી હતી જોકે ફરી એકવાર દબાણ ના કારણે આ મુદ્દો ઉઠ્યો હતો અને તેના કારણે કોંગ્રેસ દ્વારા પૂર જોશમાં પ્રતિસાદ આપવામાં આવ્યો હતો. 


જોકે હજી તો અન્ય કેટલી જગ્યા હશે તે તો વિરોધ પક્ષ જ જાણે.પૂર્વ કોર્પોરેટર વિજય પવાર દ્વારા ફરી એકવાર દબાણ બાબતે રજૂઆત કરવામાં આવી હતી અને તેમણે દસ્તાવેજી પુરાવા સાથે જણાવ્યું હતું કે ભાજપના જ નેતા રાજેન્દ્ર ત્રિવેદી દ્વારા સત્તાના જોડે જમીન પચાવી પાડવામાં આવી છે જોકે આ બાબતે તેઓએ જે તે વખતે તત્કાલીન મુખ્યમંત્રી વિજય રૂપાણી તેમજ શહેર કલેકટરને પણ જાણ કરી હતી પરંતુ તેમના દ્વારા કોઈ પણ પ્રકારની કાર્યવાહી કરવામાં આવી નથી તેમના દ્વારા વિવિધ રજૂઆત કરતા જણાવવામાં આવ્યું હતું કે , શહેરી વિસ્તારમાં પારદર્શક વહીવટ પુરો પાડવા માટે સરકાર દ્વારા O.D.P.S નો અમલ કરવા ટી.પી વિસ્તારમાં ફાઇનલ પ્લોટની હદ તથા માપો નક્કી થયેલા હોય છે અને તે મુજબ અમલવારી કરવાની થાય છે. અને તે મુજબ થાય છે. પરંતુ જ્યા નોન ટી.પી વિસ્તારમાં પ્લોટ વેલીડેશન નક્કી કરવાના કામે ભવિષ્ય આયોજન અને વિકાસને ધ્યાને રાખીને પારદર્શક પરીપત્ર કરવામાં આવેલા છે. જેમાં વુડા વિસ્તાર અને કોર્પોરેશન વિસ્તારમાં અરજદાર તથા આર્કીટેક્ચર દ્વારા નકશા મંજુરી માટે પ્લોટ વેલીડેશન માટેની પ્રકીયા કરવાના સ્પષ્ટ પરીપત્ર મુજબ ત્રણ સ્કેય રજુ કરવાના હોય છે. 


અને તે ત્રણ સ્કેચ પૈકી વ્યવસ્થિત આકાર મુજબનો એક સ્કેચ વુડા તથા કોર્પોરેશન જે નક્કી કરે તે મુજબ પ્લાનીંગ કરીને નકશા મંજુર કરવાની સ્પષ્ટ જોગવાઇ છે. તે છતાં તેમાં ગેરરીતિ થઈ હોય તેવું જોવા મળ્યું છે. તેઓ દ્વારા પ્લોટ વેલીડેશન વિગતનો ઓફીસ કચેરીનો પારદર્શક અભ્યાસ કરતા મોજે સમા રેવન્યુ સર્વે નં.૬૩૩/P (૧) લલીત જેસીંગભાઇ રાજ અને (૨) રાજેન્દ્ર સૂર્યપ્રસાદ ત્રિવેદીના નામ ઉપર છે. સર્વે નં.૬૩૩ જે વિસ્તારને હાલમાં રીસ્ટ્રીક્ટેડ ઝોનમાંથી ખાસ સ્પેશ્યલ કિસ્સામાં મંજુર કરેલ છે. જેનો મોટો લાભ લીધા બાદ પણ ૪૦% કપાત કરવાના ભાગને મૂળ જગ્યાના પેરીફરીમાં ૫ થી ૬ મીટરના માપમાં કે જ્યા કોઇપણ જાતનો વિકાસ થાય તેમ નથી. તેવા આકારમાં જગ્યા કાપવામાં આવેલી છે. જાહેર જનતાના વિશ્વાસનો ભંગ કરવા ઉપરાંત સરકારના પરિપત્ર અને સુચનાને સરેઆમ ભંગ કરતો છે. જેની તલસ્પર્શી તપાસ જરૂરી છે તેવી રજૂઆત જે તે સમયે કરવામાં આવી હતી પરંતુ હજી સુધી તેનો કોઈ પણ ઉપાય આવ્યો નથી જેના કારણે કોંગ્રેસ દ્વારા પણ વિવિધ આક્ષેપ પાર્ટીના અધિકારીઓ તેમજ નેતાઓ પર મૂકવામાં આવી રહ્યો છે જે તદ્દન સાચું સાબિત થાય તેમ જોવા મળી રહ્યું છે.

Reporter: admin

Related Post