હૈદરાબાદ: દક્ષિણના મેગાસ્ટાર ચિરંજીવીના નામે પણ હવે ગિનિસ વર્લ્ડ રેકોર્ડ નોંધાય ચૂક્યો છે. અભિનેતાને 22 સપ્ટેમ્બરે સત્તાવાર રીતે આ સન્માન આપવામાં આવ્યું હતું,
કારણ કે તેણે 45 વર્ષમાં 156 ફિલ્મોમાં 537 ગીતોમાં 24 હજાર ડાન્સ મૂવ્સ આપ્યા હતા. આજની તારીખ ભારતીય સિનેમાના ઈતિહાસમાં સુવર્ણ અક્ષરે લખવામાં આવશે. 22 સપ્ટેમ્બર એટલા માટે પણ મહત્વપૂર્ણ છે કારણ કે સાઉથના સુપરસ્ટાર ચિરંજીવીએ 1978માં ભારતીય ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં પોતાની ફિલ્મ કારકિર્દીની શરૂઆત કરી હતી.છેલ્લા 45 વર્ષમાં ચિરંજીવીએ 156 ફિલ્મોના 537 ગીતોમાં 24,000 ડાન્સ સ્ટેપ કર્યા છે. ચિરંજીવીનું નામ ગિનિસ વર્લ્ડ રેકોર્ડમાં સામેલ થતાં જ ભારતમાં દરેક વ્યક્તિના ચહેરા પર ગર્વ અને ખુશી જોવા મળે છે. જો કે સુપરસ્ટારને આ સન્માન બીજા કોઈએ નહીં પણ ખુદ બૉલીવુડ સુપરસ્ટાર આમિર ખાને આપ્યું હતું.
ચિરંજીવીના ફેમસ ડાન્સ મૂવ્સની વાત કરતા આમિર ખાને કહ્યું, જો તમે તેના કોઈપણ ગીતો જોશો, તો તમે દેખાશે કે તેનું દિલ તેના ડાન્સમાં ડૂબી જાય છે. તે તેના ડાન્સને ખૂબ જ માણતા. તે એક એવા અભિનેતા છે કે તેના પરથી આપણી નજર જ ના હટે. ત્યારબાદ ચિરંજીવીએ કાર્યક્રમમાં હાજર દરેકને સંબોધન કરતાં કહ્યું હતું કે તેણે ક્યારેય વિચાર્યું ન હતું કે તે ગિનીસ વર્લ્ડ રેકોર્ડમાં સ્થાન મળશે. જો કે તેમણે દર્શકોનો આભાર વ્યક્ત કર્યો અને તેમની સ્પીચને તાળીઓના નાદથી વધાવી લીધા હતા.
Reporter: