ઈરાન : લેબેનોનમાં ઈરાન સમર્થિક હિઝબુલ્લાહ સંગઠન અને ઈઝરાયલ વચ્ચે ભીષણ યુદ્ધ વચ્ચે પૂર્વ ઈરાનમાં મિથેન ગેસ લીક થવાને કારણે એક કોલસાની ખાણમાં ભયંકર વિસ્ફોટ થયો હતો.
જેમાં 30 લોકો અત્યાર સુધીમાં જીવ ગુમાવી ચૂક્યા છે.જ્યારે અન્ય 17 લોકો ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયા હતા. ઈરાની મીડિયાના અહેવાલો અનુસાર ખાણમાં હજુ પણ 24 લોકો ફસાયેલા હોવાની માહિતી મળી રહી છે.સરકારી મીડિયાના અહેવાલો અનુસાર, આ દુર્ઘટના ઈરાનની રાજધાની તહેરાનથી લગભગ 540 કિલોમીટર દક્ષિણ-પૂર્વમાં સ્થિત તાબાસમાં બની હતી. શનિવારે મોડી રાત્રે થયેલા પ્રચંડ વિસ્ફોટ બાદ ઇમરજન્સી કર્મચારીઓને ઘટનાસ્થળે મોકલવામાં આવ્યા હતા.
વિસ્ફોટ સમયે લગભગ 70 લોકો ત્યાં કામ કરી રહ્યા હતા. સરકારી ટીવી અનુસાર ખાણમાં 24 લોકો ફસાયેલા છે.પ્રાંતીય ગવર્નર મોહમ્મદ જાવેદ કેનાતે સરકારી ટીવીને જણાવ્યું હતું કે 30 લોકો મૃત્યુ પામી ચૂક્યાછે અને 17 ઈજાગ્રસ્ત થયા છે. ઈરાનના નવા રાષ્ટ્રપતિ મસૂદ પેજેશ્કિયાને ફસાયેલા લોકોને બચાવવા અને તેમના પરિવારોને મદદ કરવાનો આદેશ આપ્યો હતો. આ સાથે ઘટનાની તપાસ ચાલુ છે એવી પણ તેમણે જાણકારી આપી હતી.
Reporter: admin