News Portal...

Breaking News :

તરસાણા હાઇવે પર ગાંડા બાવળોનું સામ્રાજ્ય: વાહનચાલકોના માથે જોખમ, તંત્રની નિષ્કાળજી સામે રોષ

2026-04-25 15:38:02
તરસાણા હાઇવે પર ગાંડા બાવળોનું સામ્રાજ્ય: વાહનચાલકોના માથે જોખમ, તંત્રની નિષ્કાળજી સામે રોષ


આ સ્ટેટ હાઇવે, જે ડભોઇને છોટાઉદેપુર સાથે જોડે છે અને જ્યાંથી દૈનિક હજારો વાહનો પસાર થાય છે, ત્યાં રોડની બંને બાજુએ ગાંડા બાવળોનું ભારે સંક્રમણ જોવા મળી રહ્યું છે. 


વહીવટી તંત્રની ઘોર નિષ્કાળજીને કારણે આ માર્ગ હવે અકસ્માતનું હબ બની રહ્યો હોય તેવું લાગી રહ્યું છે મુખ્ય સમસ્યાઓ અને જનતાની હાલાકી દૃશ્યતામાં ઘટાડો અને પટ્ટાઓનું અદ્રશ્ય થવું. રોડની બંને તરફ ઉગી નીકળેલા બાવળો એટલા મોટા થઈ ગયા છે કે રાત્રિના સમયે વાહનચાલકોને રોડની સાઈડના પટ્ટા દેખાતા નથી. આના કારણે અનેક વાહનચાલકો અંધારામાં થાપ ખાઈ જાય છે અને ગાડીઓ ખાડામાં ઉતરી જવાના બનાવો બની રહ્યા છે ટુ-વ્હીલર ચાલકો માટે જોખમ સાંકડા માર્ગ પર સામેથી કોઈ મોટું વાહન આવે ત્યારે ટુ-વ્હીલર ચાલકોએ સાઈડમાં ખસવું પડે છે. આ સમયે ઝૂકેલી બાવળની ડાળીઓ અને તેના તીક્ષ્ણ કાંટા ચાલકોને વાગતા હોવાની અને કપડાં ફાટી જવાની ફરિયાદો ઉઠી છે. 


તંત્રની આળસ: સામાન્ય રીતે ચોમાસું પૂરું થયા બાદ હાઇવે ઓથોરિટી દ્વારા રોડની આસપાસની ઝાડી-ઝાંખરાની સફાઈ કરવાની કામગીરી હાથ ધરવામાં આવતી હોય છે. પરંતુ આ કિસ્સામાં સ્ટેટ હાઇવેના અધિકારીઓ ઘોર નિદ્રામાં હોય તેમ જણાય છે સ્થાનિકોનો સળગતો સવાલ: "જવાબદાર કોણ સ્થાનિક રહીશો અને વાહનચાલકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. લોકો સવાલ ઉઠાવી રહ્યા છે કે જો આ ગાંડા બાવળોને કારણે કોઈ ગંભીર અકસ્માત સર્જાશે અને કોઈનો જીવ જશે, તો તેની જવાબદારી કોણ લેશે? શું તંત્ર કોઈ મોટી દુર્ઘટનાની રાહ જોઈ રહ્યું છે ડભોઇ અને આસપાસના ગામના લોકોની એક જ માંગ છે કે, ઉચ્ચ કક્ષાએથી આ બાબતની ગંભીરતા સમજવામાં આવે અને વેગા ચોકડીથી તરસાણા ચોકડી સુધીના આ માર્ગ પર તાત્કાલિક ધોરણે સાફ-સફાઈ (ટ્રિમિંગ) કરવામાં આવે. જો વહેલી તકે બાવળો દૂર કરવામાં નહીં લોકોમાં રોજ જોવા મળી રહ્યો છે. સરકાર અને સ્ટેટ હાઇવે વિભાગને નમ્ર અપીલ છે કે લોકહિતમાં આ કામગીરી સત્વરે પૂર્ણ કરવામાં આવે.

Reporter: admin

Related Post