પૂર્વ મેયર કેયુર ભાઈ,નિલેશ ભાઈ રજુઆત કરતા હતા સ્થળ મુલાકાત લેતા હતા મહિલા મેયર પાણી ની વેદના નહીં સમજતા.:સ્નેહલ પટેલ
વડોદરા મહાનગર પાલિકાની આજે મળેલી સામાન્ય સભામાં ઇલેક્શન વોર્ડ નંબર 16 ના ભારતીય જનતા પાર્ટીના કોર્પોરેટર સ્નેહલબેન પટેલે ગંભીર આક્ષેપો લગાવ્યા હતા સ્નેહલબેન પટેલે સભાના ફ્લોર પર જણાવ્યું હતું કે ગત સભામાં મેં પાણી મુદ્દે કરેલી રજૂઆત બાદ અનેક ચર્ચાઓ ચાલી રહી છે હું કોઈનો હાથો બનીને કામ નથી કરતી મારા નાગરિકોની સમસ્યાનો મુદ્દો ઉઠાઉં છું... તેમણે ઉમેર્યું હતું કે મે પતિને લઈને કોઈની પાસે ગઈ નથી કે કોઈ જગ્યાએથી શીખીને આવી નથી મને બદનામ કરવાનું બંધ કરો લોકો માટે હું બોલતી રહીશ. જે પ્રકારે ઉગ્ર રજૂઆત સ્નેહલ પટેલે કરી હતી ત્યારબાદ ક્યાંક આ પ્રકારની ચર્ચા થતાં સ્નેહલ પટેલે નારાજગી કરી હતી જોકે હજુ પણ સમસ્યાનો ઉકેલ આવ્યો નથી અને અધિકારીઓ કામ કરતા નથી તેમ સ્નેહલ પટેલે સભામાં જણાવ્યું હતું અને પાણીની સમસ્યાનો નિરાકરણ આવવું જ જોઈએ જો નહીં આવે તો તે માટે લોકોના આવાજ બનતી રહીશ તેમ ઉમેર્યું હતું.નેતા -નેતાઓ નો ઝગડો એમાં કોઈ ને બદનામના કરો.પૂર્વ મેયર કેયુર ભાઈ,નિલેશભાઈ તેમને રજુઆત કરતા હતા તો તેઓ સ્થળ મુલાકાત લેતા હતા મહિલા મેયર પાણી ની વેદના નહીં સમજતા.
સામાન્ય સભામાં સ્થાયી સમિતિના કામોની ફાઈલ બતાવવા બાબતે કોંગ્રેસ પક્ષના સિનિયર કોર્પોરેટર પુષ્પાબેન વાઘેલા ઉગ્ર રજૂઆત કરી હતી, કામની ફાઈલ જોવા ગયેલા પુષ્પાબેન ને ફાઈલ ન બતાવતાં આ મુદ્દો સભાના ફ્લોર પર ઉઠ્યો હતો જેમાં ચેરમેન સાથે શાબ્દિક તું તું મે મે બાદ કોંગ કોર્પોરેટર ઓફ ફ્લોર પર બેસી ગયા હતા....
ઇલેક્શન વોર્ડ નંબર 1 ના કોંગ્રેસ પક્ષના કોર્પોરેટર પુષ્પાબેન વાઘેલાએ આજે તેમને થયેલા કડવા અનુભવ અંગે સફામાં વાત મૂકી હતી. તેમણે જણાવ્યું હતું કે ધોરણ 10 અને 12 ની પરીક્ષા દરમિયાન નાગરિકો માટે પરીક્ષા કેન્દ્રો બહાર કરવામાં આવેલા પાણી સહિતની વ્યવસ્થા ના ખર્ચ મુદ્દે ની ફાઈલ સ્થાયી સમિતિમાં મૂકવામાં આવી છે મંજૂરી અર્થે આવેલી આ ફાઈલ જ્યારે હું જોવા ગઇ ત્યારે ચેરમેનના પીએ મને ચેરમેનના આદેશ મુજબ ફાઈલ જોવા ન દીધી ફાઈલ જોવાનો અધિકાર તમામ ચૂંટાયેલા સભાસદોનો છે આ મુદ્દો ઉઠતાં ની સાથે જ તમામ કોંગી કોર્પોરેટરો એક સુરે રજૂઆત કરવા લાગ્યા હતા જોકે આ બાબતો નું કાઉન્ટર સ્થાયી સમિતિના ચેરમેન ડોક્ટર શીતલ મિસ્ત્રીએ કર્યું હતું શાબ્દિક તું તું મે મે બાદ આજ મુદ્દે પાલિકાના કોંગ્રેસ પક્ષના નેતા અમીબેન રાવત, સિનિયર કોર્પોરેટર પુષ્પાબેન વાઘેલા, ચંદ્રકાંત શ્રીવાસ્તવ, બાળુ સુર્વે, જહા ભરવાડ હરીશ પટેલ અને અલકા પટેલ ફ્લોર પર બેસી ગયા હતા અને પોતાનો વિરોધ નોંધાવ્યો હતો. શાબ્દિક તુ તુ મે મે બાદ મેયરે સમજાવતા અંતે સમજાવટ બાદ કોંગી કોર્પોરેટરે સ્વસ્થાન ગ્રહણ કર્યું હતું જો કે હવે સર્વાનુમતે ચેરમેનના પીએની હાજરીમાં ફાઈલ જોવા પર સહમતિ નક્કી થઈ છે...
વડોદરા મહાનગરપાલિકાની મળેલી સામાન્ય સભામાં ઇલેક્શન વોર્ડ નંબર 13 ના કોંગ્રેસ પક્ષના કોર્પોરેટર બાળુ સુર્વે પાલિકા ની સામેજ આવેલા ખાડિયા પોળ માં દૂષિત પાણી ની સમસ્યા નો મુદ્દો ઉઠાવ્યો હતો જોકે આ મુદ્દો ઉઠતાંજ ભાજપી કોર્પોરેટર જાગૃતિબેન કાકા એ જણાવ્યું હતું કે કામ માટે ઓર્ડર અપાઈ ગયો છે થોડા દિવસોમાં થશે તો ચેરમેને સસ્તી પ્રસિદ્ધિ માટે મીડિયા ને લઈને દૂષિત પાણી ના સમાચાર ઉભા કરવામાં આવે છે તેવી જણાવતાં સભા માં શાબ્દિક તું . તું.મે.મે થઇ હતી. સ્માર્ટ સિટી વડોદરા શહેરમાં નાગરિકોને પાણી માટે વલખા મારવા પડે એ ખૂબ શરમ જનક કહેવાય. મહાનગરપાલિકાના વિસ્તાર વધ્યો છે પરંતુ સુવિધા ને અમે હજુ પણ મીંડું છે.
Reporter: News Plus