News Portal...

Breaking News :

એમેઝોનની મરુબો જનજાતિની જિંદગીને ઇન્ટરનેટે ધરમૂળથી બદલી નાખી

2024-10-14 11:12:35
એમેઝોનની મરુબો જનજાતિની જિંદગીને ઇન્ટરનેટે ધરમૂળથી બદલી નાખી


એમેઝોન: ઇન્ટરનેટથી એમેઝોનના દૂરના જંગલોમાં રહેતા આદિવાસીઓ પણ અળગા રહી શક્યા નથી. છેલ્લા એક દાયકા સુધી આધુનિક દુનિયાથી દૂર રહેલી એમેઝોનની મરુબો જનજાતિની જિંદગીને ઇન્ટરનેટે ધરમૂળથી બદલી નાખી છે. 


જંગલમાં ખૂબ જ અંદર વસેલા હોવાના કારણે વર્ષ 2023 સુધીમાં તેમની પાસે ન તો મોબાઇલ ફોન હતા કે ન તો ન હતું. પરંતુ એલોન મસ્કે આ પ્રદેશમાં પોતાનું સેટેલાઇટ ઇન્ટરનેટ સ્ટારલિંક લોન્ચ કરીને ક્રાંતિકારી પરિવર્તન લાવી દીધું છે.મસ્કની સેટેલાઈટ ઈન્ટરનેટ કંપની સ્ટારલિંકે આ આદિવાસી ગામોમાં કેટલીક જગ્યાએ એન્ટેના લગાવ્યા છે, જેથી એમેઝોનના વરસાદી જંગલોમાં ખૂબ જ અંદર સુધી વસતા મરુબો આદિજાતિના લોકોને ઈન્ટરનેટની સુવિધા પૂરી પાડી શકાય. સપ્ટેમ્બર 2023 માં ઇન્ટરનેટના આગમન પછી, આ જાતિના લોકોનું જીવન ખૂબ જ ઝડપથી બદલાઈ ગયું. ન્યૂયોર્ક ટાઈમ્સના એક તપાસ અહેવાલમાં આ ગામની બદલાયેલી સ્થિતિનું વર્ણન કરવામાં આવ્યું છે.


રિપોર્ટ અનુસાર, આ ગામમાં લોકો પાસે પહેલાથી જ ફોન હતા પરંતુ ઈન્ટરનેટની અછતને કારણે તેઓ તેનો ઉપયોગ માત્ર ફોટો લેવા અને ક્યારેક વાત કરવા માટે જ કરે છે, પરંતુ જ્યારે સ્ટારલિંક અહીં આવી તો જીવન બદલાઈ ગયું. એક અન્ય અહેવાલ અનુસાર જનજાતિના લોકો પહેલા ખૂબ ખુશ રહેતા હતા. હવે તે પોતાનું કામ છોડીને દિવસભર મોબાઈલ ફોનમાં વ્યસ્ત રહે છે. અમારા યુવાનો જેમણે કામ કરવું જોઈએ તેઓ ઈન્ટરનેટને કારણે આળસુ બની રહ્યા છે. તેઓ ગોરા લોકોની જીવનશૈલીને શીખી રહ્યા છે અને વધુને વધુ તેમના મૂળથી દૂર જઈ રહ્યા છે.એક મીડિયા અહેવાલમાં જણાવાયું છે કે એમેઝોનના જંગલોમાં લોકો ફોનનો ઉપયોગ કરતા જોવા મળી રહ્યા છે. ત્યાં ઘણા લોકો નેમાર જુનિયરનો વીડિયો પણ જોવા મળ્યા છે. ત્યાંના સામાન્ય લોકોના મતે ઈન્ટરનેટથી યુવાનો અને બાળકોની જીવનશૈલીમાં પરિવર્તન લાવ્યું છે.

Reporter: admin

Related Post