News Portal...

Breaking News :

રૂપિયા 100 અને 500ના દરની બનાવટી ચલણી નોટો કબજે કરાઈ

2024-10-14 11:06:40
રૂપિયા 100 અને 500ના દરની બનાવટી ચલણી નોટો કબજે કરાઈ


અમદાવાદ: દેશના અર્થતંત્રને નુકસાન પહોંચાડનાર બે આરોપીઓની બાપુનગર પોલીસે ધરપકડ કરી છે. 


આ આરોપીઓ પાસેથી રૂપિયા 100 અને 500 ના દરની બનાવટી ચલણી નોટો કબજે કરવામાં આવી છે. આ નોટો રાજસ્થાનના ફરાર આરોપી એ વેચાણ માટે આપી હતી. જોકે નોટો બજારમાં ફરતી થાય તે પહેલા જ પોલીસે બે આરોપીઓની ધરપકડ કરી છે.ગુનામાં સંડોવાયેલા અન્ય આરોપીઓની શોધખોળ પોલીસે શરૂ કરી છે. બાપુનગર પોલીસની કસ્ટડીમાં રહેલા આ બંને આરોપી ના નામ ઇન્દ્ર ભૂષણ ત્રિપાઠી અને રાકેશકુમાર ભગવાન રામ છે. જેમની પાસેથી પોલીસે 500 રૂપિયાના દરની સાત અને 100 રૂપિયાના દરની 529 બનાવટી ચલણી નોટો કબજે કરી છે. 


ઇન્દ્ર ભૂષણ ત્રિપાઠી આ બનાવટી નોટો રખિયાલ બાપુનગર અને તેના આસપાસના વિસ્તારમાં છૂટક માર્કેટમાં ફરતી કરવાનો હતો.આરોપીઓ બજારમાં નકલી નોટો ફેરવે તે પહેલા પોલીસને માહિતી મળતા પોલીસે બનાવટી નોટોના જથ્થા સાથે ઇન્દ્ર ભૂષણ ત્રિપાઠીની ધરપકડ કરી લીધી. આરોપીની ધરપકડ બાદ હકીકત સામે આવી કે અન્ય આરોપી રાકેશકુમાર ભગવાન રામ કે જે ઓઢવના ઇન્દિરા આવાસમાં રહે છે તેણે આ નોટો ઇન્દ્ર ભૂષણ ને માર્કેટમાં ફરતી કરવા માટે આપી હતી.બનાવટી નોટોના જથ્થા સાથે ઝડપાયેલા આરોપીઓની પૂછપરછ કરતા સામે આવ્યું કે આ નોટો રાજસ્થાનમાં રહેતા અને એ એસ મશીનરીના માલિક રફીકે આપી હતી.

Reporter: admin

Related Post