સાવરકુંડલા : ઈંગોરિયા યુદ્ધની પરંપરા અમરેલી જિલ્લાના સાવરકુંડલામાં સાત દશકાથી ચાલે છે.
ભૂતકાળમાં સાવર અને કુંડલા ગામના લોકો વચ્ચે ઈંગોરિયાથી યુદ્ધ ખેલાતું હતું. સાવરકુંડલામાં આ પરંપરા છેલ્લા સાત દાયકાથી ચાલી આવે છે. હવે સાવરકુંડલાના નાવલી ચોક, રાઉન્ડ વિસ્તાર અને દેવળા ગેઈટ વિસ્તારમાં દિવાળીની રાત્રે ઈંગોરિયા યુદ્ધ ખેલાય છે. આ વિસ્તારોમાં રાત્રિના સમયે યુવકો સામસામા સળગતા ઈંગોરિયાથી યુદ્ધ ખેલે છે.
પહેલાં એકાદ માસ પૂર્વે યુવાનો દ્વારા ગ્રામ્ય વિસ્તારોમાંથી ઈંગોરિયા શોધી વૃક્ષ પરથી તોડી એને સૂકવી દે છે. ત્યાર બાદ ઉપરથી છાલને છરી વડે કાઢી એમાં કાણું પાડી અંદર દારૂ-ગંધક-સુરોખાર અને કોલસાની ભૂકી મિશ્રણ કરી ઠાંસીઠાંસીને ભરવામાં આવે છે. ત્યાર બાદ નદીના માટીના પથ્થરના ભુક્કાથી એ કાણું બંધ કરી દેવાય છે અને એને સૂકવવામાં આવે છે. ત્યાર બાદ ઈંગોરિયું તૈયાર થઈ જાય. દિવાળીની રાત્રિએ આવાં હજારો તૈયાર થયેલાં ઈંગોરિયાના થેલા ભરી લડાયકો આગનું યુદ્ધ રમવા તૈયાર થઈ જાય છે.
Reporter: admin