મુંબઇ:શેરબજારના રોકાણકારો માટે મુહૂર્ત ટ્રેડિંગનું ખૂબ મહત્વ છે.
રોકાણકારો આ ખાસ ટ્રેડિંગ સેશનમાં રોકાણકારો પોતાના અનુભવના આધારે નફો કમાવવાની રણનીતિ અપનાવે છે. જેમાં દિવાળીના પ્રસંગે આજે એક કલાકના ખાસ મુહૂર્ત ટ્રેડિંગનું આયોજન કરવામાં આવશે. સ્ટોક માર્કેટ એક્સચેન્જોએ 1 નવેમ્બરના રોજ સાંજે 6:00 વાગ્યાથી 7:00 વાગ્યા સુધી મુહૂર્ત ટ્રેડિંગ સેશન નક્કી કર્યું છે.
ભારતમાં સ્ટોક બ્રોકર્સ દિવાળીને તેમના નાણાકીય વર્ષની શરૂઆત તરીકે ઉજવે છે. ઘણા રોકાણકારો આ સમયગાળામાં શેર ખરીદીને આગામી વર્ષ માટે સમૃદ્ધિ તરીકે જોવે છે. રોકાણકારો માટે તેમના પોર્ટફોલિયોમાં વિવિધતા લાવવાનો પણ આ સમય છે. ઐતિહાસિક રીતે BSE સેન્સેક્સ છેલ્લા 17 મુહૂર્ત ટ્રેડિંગમાંથી 13માં તેજી સાથે બંધ થયો છે. સેન્સેક્સ 2008માં સૌથી વધુ ઉછળ્યો હતો. જે 5.86 ટકા વધીને 9,008 થયો હતો.
Reporter: admin