વડોદરા : ઉજજૈન જીલ્લાના પોલીસ સ્ટેશનનો અપહરણનો અન-ડીટેક્ટ ગુનો ડીટેકટ કરી મહિલા આરોપીને શોધી કાઢી તેમજ મળી આવેલ બાળકીને તેના પિતા સાથે મેળાપ વડોદરા રેલ્વે પોલીસની શી-ટીમ યુનિટે મેળાપ કરાવ્યો છે.
વડોદરા રેલ્વે પોલીસ એક મહિલા એક નાની બાળકીનો હાથ પકડી ઉતાવળી શંકાસ્પદ હાલતમાં જતી જોવામાં આવતા તેને રોકી પુછપરછ કરતા તે સરખો જવાબ આપતી ન હોય જેથી તેને વડોદરા રેલ્વે સ્ટેશન ટ્રાફિક ચોકીમાં લાવી પુછપરછ કરતા તે એકદમ ગભરાઈ ગયેલ હતી જેથી વુમન એ.એસ.આઈ. મીનાબેન રાજુભાઈ નાઓને ફોન કરી બોલાવતા તેઓ આવતા આ મહિલા તથા બાળકીને વડોદરા રેલ્વે પોલીસ સ્ટેશન લાવી વિશ્વાસમાં લઈ મહિલાની પુછપરછ કરી તેમજ બાળકી વિશે પુછતા તેણે જણાવેલ કે. આ બાળકી અમારા પડોશીની દિકરી છે. જેને હુ કપડા અપાવવા માટે લઈ આવેલ હતી અને મારા દિકરાનો ફોન આવેલ અને મને જણાવેલ કે, મારે તથા મારી પત્ની વચ્ચે ઝઘડો થયેલ છે અને મારી પત્ની તેના પિયર જતી રહેલ છે, જેથી હુ મારા દિકરાના ઘરે અંકલેશ્વર જવા આ છોકરીને પણ સાથે લઈને નિકળી ગયેલ હતી.
બાદમાં નાની બાળકીને પુછતા તેણે જણાવેલ કે આ નાની મને મારી બર્થડેની ગીફ્ટ તરીકે મને કપડા અપાવવા માટે મારા માતાપિતાને જાણ કર્યા વગર લઈને આવેલ હોય જે સબંધમા ઉજજૈન ખાતે બી.એન.એસ.કલમ:૧૩૭ મુજબનો ગુનો નોંધાયેલ હોવાની માહિતી મળતા સદરી ગુનામા સંડોવાયેલ સ્ત્રીને તેમજ તેની પાસેથી મળી આવેલ બાળકીને વડોદરા રેલ્વે પોલીસ સ્ટેશનમાં લાવી ઉજજૈન ખાતેના પોલીસ સ્ટેશનને જાણ કરેલ જેથી ત્યાંના પોલીસ તેમજ બાળકીના પિતા નાઓ અત્રે વડોદરા રેલ્વે પોલીસ સ્ટેશન તેઓને લેવા માટે આવેલ હોય પોલીસ પાસે એફ.આઈ.આર.ની.નકલ તેમજ તેઓનો રિપોર્ટ તથા આધાર પુરાવા મેળવી બંન્નેનો કબજો એ.એસ.આઈ. નાઓને સુપ્રત કરેલ છે.
Reporter: admin