વોશિંગ્ટન: યુએસએમાં આજથી 5 દિવસ બાદ રાષ્ટ્રપતિની ચૂંટણી માટે મતદાન થવાનું છે.
અગાઉ દિવાળીના અવસર પર us રાષ્ટ્રપતિ જો બાઈડેન સહિત વિવિધ નેતાઓએ ભારતીય અને હિન્દુ સમુદાયને દિવાળીની શુભેચ્છા પાઠવી હતી. આ દરમિયાન અમેરિકાના પૂર્વ રાષ્ટ્રપતિ અને રિપબ્લિકન પાર્ટીના રાષ્ટ્રપતિ પદના ઉમેદવાર ડોનાલ્ડ ટ્રમ્પે દિવાળીની શુભેચ્છા પાઠવતા બાંગ્લાદેશી હિંદુઓની સલામતીનો મુદ્દો ઉઠાવ્યો હતો. આ સાથે તેમણે બાંગ્લાદેશની અન્ય ધાર્મિક લઘુમતીઓનો પણ અવાજ ઉઠાવ્યો છે .
ટ્રમ્પે X પર એક પોસ્ટમાં દિવાળીની શુભેચ્છા પાઠવી હતી. તેમણે કહ્યું કે હું આશા રાખું છું કે પ્રકાશનો તહેવાર આપણને અનિષ્ટ પર સત્યની જીત તરફ દોરી જશે.ડોનાલ્ડ ટ્રમ્પે લખ્યું કે હું બાંગ્લાદેશમાં હિંદુઓ, ખ્રિસ્તીઓ અને અન્ય લઘુમતીઓ વિરુદ્ધ આચરવામાં આવેલી બર્બર હિંસાની સખત નિંદા કરું છું. તેમના પર ટોળા દ્વારા હુમલો અને લૂંટ કરવામાં આવી રહી છે, સંપૂર્ણ અરાજકતાની સ્થિતિમાં છે.
Reporter: admin