News Portal...

Breaking News :

પરિણીતાની પતિ એ જ હત્યા કરી હોવાનો ગુનો નોંધાયો

2024-06-08 17:49:50
 પરિણીતાની પતિ એ જ હત્યા કરી હોવાનો ગુનો નોંધાયો


વડોદરામાં બિલ ગામે પતિએ જ તેના પત્નીની હત્યા કરી હોવાનો ચોકાવનારો કિસ્સો સામે આવ્યો છે છૂટાછેડા નો કેસ ચાલતો હોય પતિએ પત્નીને પાંચ પાંચ લાખ રૂપિયા ના બે ચેક આપવા ન પડે તેથી તેની હત્યા કરી નાખી હોવાની ફરિયાદ નોંધાવાઈ છે.


મૂળ સુરતની ભવ્યતા નામની યુવતી ના લગ્ન કેતન પટેલ નામના વ્યક્તિ સાથે થયા હતા. 2014 માં તેઓના લગ્ન થયા હતા પરંતુ ત્યારબાદ દંપત્તિ વચ્ચે અવારનવાર ઝઘડાઓ થતા રહેતા હતા અને કેતન અવારનવાર ભવ્યતાને માર મારી ગાળો આપતો હતો. ભવ્યતાની સહન શક્તિ નો અંત આવતા તેને આખરે પોતાના પિતાને જાણ કરી હતી અને આ અંગે છૂટાછેડા નો કેસ દાખલ કરવામાં આવ્યો હતો. હાલમાં કેસ ચાલી રહ્યો હતો દરમિયાન કોર્ટના આદેશ અનુસાર કેતન એ ભવ્યતાને પાંચ પાંચ લાખના બે ચેક આપવાના હતા.


કે ચેક આજે ન આપવો પડે તે માટે 28મી ના રોજ બિલ ખાતે આવેલ પરમ એવન્યુમાં તેના મકાનમાં ભવ્યતા સાથે ઝઘડો કર્યો હતો અને ત્યારબાદ તેને મોતને ઘાટ ઉતારી મકાનને તાળું મારી નાસી છૂટો હતો જો કે આ અંગે જાણ થયા બાદ યુવતીના પરિવારજનો દોડી આવ્યા હતા અને આટલાદરા પોલીસ સ્ટેશન ખાતે કેતન પટેલ વિરુદ્ધ હત્યાનો ગુનો નોંધાવ્યો છે જે નોંધી પોલીસે કેતનને ઝડપી પાડવાના ચક્રો ગતિમાન કર્યા છે.

Reporter: News Plus

Related Post