News Portal...

Breaking News :

ફેસબુક ઉપર સંસ્થા અને યુવતીને હેરાનગતિ કરવા પોસ્ટ વાયરલ કરતા ઇસમની ધરપકડ...

2024-06-08 16:48:53
ફેસબુક ઉપર સંસ્થા અને યુવતીને હેરાનગતિ કરવા પોસ્ટ વાયરલ કરતા ઇસમની ધરપકડ...


ફેસબુક ઉપર અલગ અલગ ફેક ફેસબુક આઇ.ડી બનાવી ધાર્મિક સંસ્થાના સભ્યોના ફોટા મેળવી ફોટા ઉપર ફરીયાદીની દિકરી તેમજ સમ્પ્રદાય વિશે બિભત્સ લખાણ લખી ફેસબુક માધ્યમથી હેરાનગતી કરતા ઇસમની સાયબર ક્રાઇમ દ્વારા ધરપકડ કરવામાં આવી છે.


સોશિયલ મીડીયાના માધ્યમથી લોકોના ફોટા તેઓની પરવાનગી વગર મેળવી લઈ તેઓના નામ તથા ફોટાનો ઉપયોગ કરી હેરાનગતિ કરવાના ગુનો નોંધાયો હતો. સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશનમાં ફરીયાદી મહિલાએ ફરિયાદ આપી હતી કે ફેક ફેસબુક એકાઉન્ટ ઉપર તેઓની દિકરી તેમજ તેઓની ધાર્મિક સંસ્થાના મહિલા સભ્યોના ફોટાઓ પોસ્ટ કરી હેરાનગતી કરવામાં આવે છે. તેમજ અન્ય સત્સંગી બહેનોના ચારીત્ર વિશે પણ ખરાબ પોસ્ટ કરીને હેરાન કરવામાં આવે છે. 


જેથી સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધવામાં આવ્યો હતો. પોલીસે આરોપીને શોધવાની કવાયત શરૂ કરી હતી દરમિયાન  આરોપી પોલીસથી બચવા માટે પોતાના ઘરેથી ભાગી ગયો હતો. જેથી હ્યુમન રિસોર્સ તેમજ ટેકનીકલ એનાલીસીસથી આરોપીની ભાળ મેળવી આરોપીની ધરપકડ  કરવામાં આવી છે. આરોપીનું નામ મનોજ પ્રભુલાલ વાઢેર ઉર્ફે મનોજ આચાર્ય, ઉ.વ.31 ધંધો. ધાર્મિક સંસ્થાના પ્રસારક, રહેવાસી: અંજાર, કચ્છ હોવાનું બહાર આવ્યું હતું. પોલીસે તેના વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

Reporter: News Plus

Related Post