અમદાવાદ : આસારામ બાપુ છેલ્લા 11 વર્ષથી જેલમાં બંધ છે. આ કારણે નારાયણ સાંઇ તેના પિતાને મળી શકતો નથી.
ગુજરાત હાઇકોર્ટે માનવતાના ધોરણે નારાયણ સાઈની પિતાને મળવાની અરજી મંજૂરી કરી હતી. નારાયણ સાંઈને સુરત જેલથી વિશેષ વિમાનથી જોધપુર લાવવામાં આવશે. આ દરમિયાન એક એસપી, એક પીઆઈ, બે હેડ કોન્સ્ટેબલ અને બે કોન્સ્ટેબલ હાજર રહેશે.ઉપરાંત કોર્ટે નારાયણ સાંઇને સચિન પોલીસ સ્ટેશનને પ્રતિ કલાક 5 લાખ રૂપિયા ખર્ચ તરીકે આપવાનો આદેશ કર્યો છે.
સચિન પોલીસ સ્ટેશનમાં પૈસા જમા કરાવ્યા બાદ જ સરકાર કલાકને લઈ ફેંસલો લેશે. જે બાદ જોધપુર જેલમાં પિતા આસારામ સાથે મુલાકાત કર્યા બાદ નારાયણ સાઈને ફરી લાજપોર જેલ લાવવાનો અને કોર્ટને રિપોર્ટ સોંપવાનો આદેશ આપવામાં આવ્યો છે.સુરતની લાજપોર જેલમાં બંધ બની બેઠેલા ભગવાન આસારામ બાપુના પુત્ર નારાયણ સાંઈને ગુજરાત હાઈકોર્ટે તેના પિતાને મળવા માટે જામીન આપ્યા છે. તે જોધપુર જેલમાં તેના પિતાને 4 કલાક સુધી મળી શકશે. કોર્ટે પિતા-પુત્રની મુલાકાત દરમિયાન અન્ય કોઈ હાજર ન રહે તેવો પણ આદેશ આપ્યો છે. નારાયણ સાઇ તેની માતા અને બહેનને પણ મળી શકશે નહીં.
Reporter: admin