News Portal...

Breaking News :

ચાર માળની ઈમારત માત્ર સાત સેકેન્ડમાં પાર્વતી નદીમાં સમાઈ

2024-08-01 14:46:40
ચાર માળની ઈમારત માત્ર સાત સેકેન્ડમાં પાર્વતી નદીમાં સમાઈ


કુલ્લૂ: ઉત્તર ભારતમાં હિમાચલ પ્રદેશના અનેક જિલ્લામાં ભારે વરસાદનો પ્રકોપ જોવા મળ્યો છે. સતત મૂશળધાર વરસાદના કારણે અનેક પુલ વહી ગયા છે. પહાડો પણ ધસી રહ્યા છે. હાઈવે ડૂબી ગયા છે. તેમજ કેટલાય શહેર સંપર્ક વિહોણા બન્યા છે. 


વરસાદનો કહેર સતત વધી રહ્યો છે. ભારે વરસાદના કારણે હિમાચલની મોટી નદીઓ સહિત નાની-મોટી અન્ય નદીઓ પણ છલકાઈ ગઈ છે.કુલ્લૂ જિલ્લામાં વાદળા ફાટતાં તબાહી સર્જાઈ છે. જેનો રૂવાંડાં ઉભા કરી દે તેવો વીડિયો સામે આવ્યો છે. કુલ્લૂના મલાણા વિસ્તારમાં મોડી રાત સુધી ભારે વરસાદના કારણે પાર્વતી નદીનું રૂદ્ર રૂપ જોવા મળ્યું છે.નદી પ્રવાહ વધી ગયો છે, જેના કારણે કેટલાય ઘર અને ગાડીઓ તણાઈ ગયા છે. 


ચાર માળની ઈમારત માત્ર સાત સેકેન્ડમાં પાર્વતી નદીમાં તણાઈ જતી વીડિયોમાં જોવા મળ્યું છે. કુલ્લૂ જિલ્લામાં વ્યાસ અને પાર્વતી નદીઓ જોખમી માર્કથી ઉપર વહી રહી છે. મલાણા ગામમાં નિર્માણાધિન પાવર પ્રોજેક્ટનો ડેમ પણ ઓવરફ્લો થયો છે.

Reporter: admin

Related Post