બ્લડ કેન્સરની બીમારી સામે ઝઝુમી રહેલ ભારતીય ક્રિકેટ ટીમના પૂર્વ કોચ અને ખેલાડી અંશુમન ગાયકવાડનું 71 વર્ષની વયે નિધન થયું. અંશુમન ગાયકવાડના પરિવારજનો,ચાહકો તેમજ ક્રિકેટ જગતના અનેક દિગ્ગ્જ્જો સહીત મોટી સંખ્યામાં લોકોએ ભારે હૈયે વિદાય આપી હતી કીર્તિ મંદિર ખાતે રાજવી પરિવારના સ્મશાનમાં તેમની અંતિમવિધિ કરવામાં આવતા અંશુમન ગાયકવાડ પંચમહાભુતમાં વિલીન થયા હતા

અંશુમન ગાયકવાડના સેવાસી ખાતે આવેલ મહાપુરાના નિવાસસ્થાનેથી કીર્તિ મંદિર સુધી તેમની અંતિમયાત્રા નીકળી હતી જેમાં પૂર્વ વિકેટકીપર નયન મોંગિયા તેમના પત્ની, કિરણ મોરે, IPL દિલ્હી કેપિટલ મહિલા ટીમના હેડ કોચ ગીતાબેન ગાયકવાડ તેમજ BCCIના પ્રમુખ રોજર બિન્ની, બરોડા ક્રિકેટ એસોસિએશનના હોદ્દેદારો સહીત પૂર્વ ક્રિકેટરો અને નામચીન લોકો અંશુમન ગાયકવાડના પાર્થિવ દેહના અંતિમ દર્શન માટે પહોંચ્યા હતા.અંશુમન ગાયકવાડ સાથે ક્રિકેટ રમનાર પૂર્વ રણજી ટ્રોફી ક્રિકેટના ખેલાડી સંજય હઝારેનું જણાવ્યું હતું કે, રણજી ક્રિકેટમાં મેં ડેબ્યૂ કર્યું ત્યારે અંશુમન ગાયકવાડ મારા કેપ્ટન હતા. અંશુમન ગાયકવાડે મને એક સલાહ આપી હતી કે ક્યારેય સંતોષ ન થવો જોઈએ. મેં ગુજરાત સામે બે ઈનિંગમાં 11 વિકેટ લીધી હતી. અંશુમન ગાયકવાડે અનેક ક્રિકેટરો આપ્યા છે.ભારતીય ક્રિકેટ ટીમના પૂર્વ કોચ અને ખેલાડી અંશુમન ગાયકવાડ છેલ્લા લાંબા સમય થી બ્લડ કેન્સરની બીમારી થી પીડાઈ રહ્યા હતા અને એક મહિના પહેલા લંડન થી સારવાર લઇ વડોદરા આવ્યા હતા

જોકે વડોદરા આવ્યા બાદ તેમની તબિયત વધુ લથડતા તેમને સારવાર અર્થે વડોદરાના ગોરવા વિસ્તારમાં આવેલ એક ખાનગી હોસ્પિટલ માં દાખલ કરવામાં આવ્યા હતા જયા તેમની લાંબી સારવાર બાદ ગતરાત્રિના તેમને અંતિમ શ્વાસ લીધો હતો. વડાપ્રધાન નરેન્દ્ર મોદી તેમજ મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે પણ X પર પોસ્ટ કરી અંશુમન ગાયકવાડના નિધન પર દુઃખ વ્યક્ત કર્યુ હતું.અંશુમન ગાયકવાડ 1997-99 દરમિયાન ભારતીય ક્રિકેટ ટીમના હેડ કોચ પણ રહી ચૂક્યા હતા અંશુમન ગાયકવાડને જૂન 2018માં BCCI દ્ધારા લાઇફ ટાઈમ એચિવમેન્ટ એવોર્ડ થી સન્માનિત કરાયા હતા અંશુમન ગાયકવાડ પોતાના કરિયર દરમિયાન 206 મેચ રમ્યા હતા જેમાં તેઓએ 12 હજારથી વધુ રન મેળવ્યા હતા બ્લડ કેન્સરની બીમારી સામે લડત આપતા અંશુમાન ગાયકવાડ ની સારવાર માટે કપિલ દેવ એ પોતાનો પેન્શનની રકમ આપવાની જાહેરાત કરી હતી જયારે બી.સી.સી.આઇ દ્વારા અંશુમન ગાયકવાડની સારવાર માટે 1 કરોડની સહાય પણ કરવામાં આવી હતી.


Reporter: admin