News Portal...

Breaking News :

મિલ્ક પેડા ખુબ ઓછી મેહનતથી સરળતાથી ઘરે બનાવી શકાય છે.

2024-08-01 13:52:54
મિલ્ક પેડા ખુબ ઓછી મેહનતથી સરળતાથી ઘરે બનાવી શકાય છે.


રક્ષાબંધનનો તહેવાર નજીક છે. દરેક બેહનો પોતાના ભાઈ માટે કોઈને કોઈ મીઠાઈ લાવતી હોય છે. તો આ રક્ષાબંધન પર ભાઈ ને ખુબ સરસ મિલ્ક પેડા બનાવીને ખવાડવીએ. માત્ર થોડીક જ મિનિટોમા તૈયાર થાય એવા પેડા ઘરે બની શકે છે.


સૌપ્રથમ પેહલા એક નોનસ્ટિકમા 4 થી 5 ચમચી દેશી ઘી ગરમ કરવા મુકો. ત્યારબાદ તેમાં 2 કપ મિલ્ક પાવડર ઉમેરો. હવે તેમાં દોઢ કપ દરેલી ખાંડ ઉમેરો, ત્યારબાદ 2 કપ નોર્મલ દૂધ ઉમેરી બરોબર મિક્ષ કરો. હવે આ મિક્ષરને સતત ધીમા ગેસની આંચ પર હલાવતા રહો.આ મિક્ષર જ્યાં સુધી દૂધ અબસોર્વ ન કરે અને જાડુ નં થાય ત્યા સુધી હલાવતા રહો. 


હવે તેને એક વાસણ મા કાઢી નોર્મલ ઠંડુ થવા દો. ત્યારબાદ આ મિક્ષરના નાના નાના બોલ બનાવી વચ્ચેથી નોર્મલ અંગુઠા વડે દબાવી શેપ આપો અથવા તમારી પાસે પેંડાના આકાર નુ બીબું હોય તો એમાં પણ બનાવી શકસો. આ બનેલા બોલ ઉપર હવે બદામ કે પિસ્તા મૂકી થોડી વાર મૂકી રાખો. અડધો કલાક પછી તમે કોઈ ડબ્બા કે બોક્સ મા ભરીને મૂકી શકસો.

Reporter: admin

Related Post