News Portal...

Breaking News :

શિનોર ખાતે કંજેઠા ગામમાં કેળના ખેતરમાં ખેત શ્રમિકો કામ કરી રહ્યા હતા અને અચાનક જ 8 ફૂટ લાંબો મહાકાય અજગર આવી ગયો.

2024-07-31 13:44:48
શિનોર ખાતે કંજેઠા ગામમાં કેળના ખેતરમાં ખેત શ્રમિકો કામ કરી રહ્યા હતા અને અચાનક જ 8 ફૂટ લાંબો મહાકાય અજગર આવી ગયો.


ચોમાસાની ઋતુ શરૂ થતા જ વડોદરાના અનેક વિસ્તારોમાંથી મગર, સાપ તેમજ અજગર નીકળવાના કિસ્સાઓ સામે આવવા લાગ્યા છે.


ત્યારે હવે વડોદરા જિલ્લાના શિનોર તાલુકામાં આવેલ કંજેઠા ગામના એક ખેડૂતના કેળના ખેતરમાં 8 ફૂટ લંબાઈ ધરાવતો અને 12 કિલો વજનનો મહાકાય અજગર આવી ચડતા ખેતરમાં કામ કરતા ખેત શ્રમિકોમાં ભારે ફફળાટ ફેલાયો.કેળના ખેતરમાં ખેત શ્રમિકો કેળ પરથી કેળાનો તૈયાર પાક ઉતારતા હતા. તે સમય અચાનક જ ખેતરમાં 8 ફૂટ લાંબો મહાકાય અજગર આવી ચઢ્યો.જેના કારણે શ્રમિકોમાં ભારે અફરાતફરીનો માહોલ સર્જાયો હતો.જેના બાદમાં કેળનો પાક ઉતારતા શ્રમિકોએ અજગર અંગે ખેતર માલિકને જાણ કરાઈ હતી.


ત્યારબાદ ખેડૂતે વાઈલ્ડ લાઈફ રેસ્ક્યુ ટ્રસ્ટને અજગર અંગે જાણ કરતા વાઈલ્ડ લાઈફ રેસ્ક્યુ ટ્રસ્ટની ટિમ ખેતરે પહોંચી અજગરને રેસ્ક્યુ કરવાની કામગીરી હાથ ધરી હતી.જે દરમિયાન વાઈલ્ડ લાઈફ રેસ્ક્યુ ટ્રસ્ટની ટીમને 8 ફૂટ લંબાઈ ધરાવતા તેમજ 12 કિલો જેટલું વજન ધરાવતા મહાકાય અજગરનું ભારે જહેમત બાદ રેસ્ક્યુ કરવામાં સફળતા મળી હતી. રેસ્ક્યુ કરેલા અજગરને શિનોર વનવિભાગને જાણ કરી સુરક્ષિત જગ્યાએ છોડવામાં આવ્યો.તો બીજી તરફ કેળના ખેતરમાંથી 8 ફૂટ લાંબા અજગરનું રેસ્ક્યુ કરાયા બાદ કેળના ખેતરમાં ખેત શ્રમિકોએ કેળ પર થી કેળા ઉતારવાનું કામ શરૂ કરી હાશકારો અનુભવ્યો.

Reporter: admin

Related Post