ઘણા લોકોની સમસ્યા હોય છે કે આખો દિવસ ખુબ કામ કરીએ છીએ, થાક લાગે છે પરંતુ ઊંઘ કેમ નથી આવતી. ઘણા લોકો ઊંઘવા માટેની દવાઓ લેતા હોય છે. પરંતુ હવે કોઈ દવા લીધા વગર આપણે ઘરેલુ ઉપચારથી સારી ઊંઘ આવે એમાટે આટલું કરીશું.
- સુતા પેહલા ઠંડા પાણી વડે હાથપગ ધોઈ તાડવે અને કપાળે ઘી ઘસવાથી ઊંઘ આવે છે.
- કાંદા નુ રાયતું રાત્રે ખાવાથી ઊંઘ સારી આવે છે.
- ગોળ અને ગાંઠોડાનુ ચૂર્ણ ફાકી લેવાથી ઊંઘ તરત આવી જશે.
- વરિયાળી, દૂધ અને સાકાર નુ ઠંડુ શરબત પીવાથી ઊંઘ આવશે.
- જાયફળ, પીપરીમુળ અને સાકર દૂધમાં નાખી ગરમ કરી સૂતી વખતે પીવાથી સારી ઊંઘ આવે છે.
- રાત્રે સૂતી વખતે મધ ચાટી જવાથી ઊંઘ સારી આવે છે.
આ બધા ઘરના સહેલાઇથી થઈ શકે તેવા ઉપચાર છે, જેનામા કોઈ પણ એક ઉપાય કરવાથી ઊંઘ સારી આવે છે.
Reporter: admin