ગુલાબજાંબુ તો દરેક ઘરમાં બનતા હોય છે, આજે આપણે સુજીના ગુલાબજાંબુ કેવી રીતે બને તે જાણીશું, માત્ર થોડી સામગ્રીમાથી જલ્દી બની જશે.
સુજીના ગુલાબજાંબુ બનાવવા દોઢ કપ દૂધ, એક કપ સુજી, 2 ચમચી ઘી 5 થી 7 ઈલાયચી, કેસર, 2 કપ ખાંડ, 3 કપ પાણી,3 કપ જેટલું તેલ ની જરૂર પડશે. સૌપ્રથમ 2 ચમચી ઘી ને નોનસ્ટિકમા ગરમ કરો હવે તેમાં દૂધ ઉમેરી હળવા હાથે હલાવતા રહો, થોડું દૂધ ગરમ થાય એમાં થોડી થોડી કરી સુજી ઉમેરતા રહો. સુજી બધુ દૂધ ઓબ્ઝર્વ કરે પછી ગેસ ને બંધ કરી તેને થોડું ઠંડુ પડવા મુકો.બીજી તરફ ચાસણી બનવવા એક પેનમાં ખાંડ ઉમેરી એમાં ઈલાયચી અને કેસર મા પાણી ઉમેરી ધીમા ગેસ પર ચાસણી બનાવો.
ધીમે ધીમે તેને મિક્ષ કરો અને થોડીક ચિકાસ પકડે એટલે તેને ઠંડુ પડવા દો. હવે સુજી થોડું ઠંડુ પડી ગયા પછી તેને મસડીને ગોળ ગોળ બોલ બનાવો. આ બોલમાં તિરાડ નં પડે એનું ખાસ ધ્યાન રાખવું. હવે બનાયેલા બોલને ચાસણીમા ડૂબે તેમ ઉમેરી દો.ચાસણી થોડી ગરમ હોય એ રીતેજ સુજીના બોલ ને ઉમેરવા અને ડૂબેલા રાખવા. ચાસણીમા ડૂબ્યા પછી અડધો કલાકમાં ગુલાબજાંબુ ફૂલી જશે અને થોડીક મિનિટોમાં ગુલાબજાંબુ તૈયાર થઈ જશે.
Reporter: admin