વડોદરા શહેરના ચાર દરવાજાના ભરચક વિસ્તારમાં હાથ ફેરો કર્યો હોવાનું સામે આવ્યું છે. લાડલા જ્વેલર્સ દુકાન માં ગત મોડી રાત્રે તસ્કરો ત્રાટક્યા હતા. જેમાં લાખો રૂપિયાના તસ્કરોએ સોના ચાંદીના દાગીનાની ચોરી કરી હોવાનું સામે આવ્યું છે.
વડોદરા શહેરમાં વરસાદમાં વિરામ લેતા તસ્કરો એક્ટિવ થયા છે.પોલીસ પેટ્રોલિંગ પર સવાલો ઉઠ્યા છે. ચોરોને પોલીસનો કોઈ ડર નહીં તેમ લાગી રહ્યું છે. શહેરના ચાર દરવાજા વિસ્તારમાં સોનીની દુકાને ચોરોએ ટાર્ગેટ બનાવ્યો છે. લાડલા જવેલર્સ નામની દુકાન પર ચોરોએ હાથ સાફ કર્યો છે.તસ્કરો નકુચા તોડ્યા વગર જ શટર તોડીને અંદર પ્રવેશ્યા હોવાનું અનુમાન લગાડવામાં આવી રહ્યું છે. આ ઘટનામાં તસ્કરો દ્વારા સેફ હાઉસ ગણાતી ભારે વજનદાર તિજોરી ઉંચકીને લઇ ગયા હોવાનું વેપારી જણાવી રહ્યા છે. જેને પગલે સૌ આશ્ચર્યમાં મુકાયા હતા વડોદરામાં દિવસેને દિવસે તસ્કરો તરખાટ મચાવી રહ્યા છે. તાજેતરમાં અનેક ઘરોમાં હાથફેરાના સીસીટીવી સામે આવ્યા હતા. હવે જ્વેલરી શોપ તસ્કરોના નિશાને હોવાનું જાણવા મળી રહ્યું છે. ગતરાત્રે તસ્કરોએ ચાર દરવાજાના ભરચક વિસ્તારમાં હાથ ફેરો કર્યો હોવાનું સામે આવ્યું છે.
જેમાં તસ્કરોએ લાડલા જ્વેલર્સ નામની શોપમાં શટર તોડીને પ્રવેશ્યા છે. બાદમાં અંદરનો દરવાજો તેમણે કાપ્યો હોવાનું હાલ તબક્કે સામે આવ્યું છે. બાદમાં શોપમાં મુકેલી ભારે વજનદાર તિજોરી (સેફ હાઉસ) તથા ચાંદીની મૂર્તિઓ લઇને ફરાર થયા હોવાનું સામે આવ્યું છે. આ ઘટના બાદ સિટી પોલીસ દોડતી થઇ છે. પોલીસ પોઇન્ટથી ગણતરીના ડગલાં દુર આ ઘટના બનવાને પગલે વેપારીઓમાં ભારે ડર ફફડાટ પેંસી જવા પામ્યો છે. દિપકભાઇ લાડલા જણાવે છે કે, મને સવારે 6 વાગ્યાના આરસામાં દુકાનની ઉપર રહેતા મહિલાએ જાણ કરી હતી. તેમણે કહ્યું કે, દુકાનમાં કઇ થયું છે, તમે આવીને જોઇ લો. મેં આવીને જોયું તો બધુ જેમ તેમ હતું. તિજોરીમાં રૂ. 1.50 લાખ હતા.અને ચાંદીનો રૂ. 50 હજારથી વધુનો સામાન ગાયબ છે. આશરે રૂ. 2 લાખથી વધુનો મુદ્દામાલ ગયો હોવાનું અનુમાન છે. મારી શોપમાં બીજી વખત ચોરી થઇ છે. અગાઉ વર્ષ 2009 માં ચોરીની ઘટના સામે આવી હતી. જોકે સોની બજારમા ચોરી થતા સોની વેપારીઓમાં ફફડાટ જોવા મળ્યો છે
Reporter: