એક વેપારી પેઢીને આસપાસના વિસ્તારમાં ગંદગી ફેલાવવી ભારે પડી છે અને મોટો દંડ ભરવાનો વારો આવ્યો છે. પ્રતાપ નગર રોડ પર યમુનામિલ વિસ્તારમાં લક્ષ્મીરાજ ડિસ્ત્રીબ્યુટર ગ્રાહક ઉપયોગી ચીજવસ્તુઓના વિતરણનું કામ કરે છે. આ કામ દરમિયાન ઉત્પન્ન થતા કચરાનો યોગ્ય નિકાલ કરવા ને બદલે આ પેઢી તેના જાહેર રસ્તા પર ઢગલા કરતી હતી.જેથી આસપાસના લોકોને તકલીફ થતી હતી.આ બાબત મનપા ના ધ્યાનમાં આવતા મ્યુ .કમિશનરશ્રી ની સૂચના પ્રમાણે સેનીટરી શાખાએ સ્થળ નિરીક્ષણ કરી
રૂ ૫ હજારનો ચાર્જ વસૂલ કરવાની સાથે વેપારીને ધંધાકીય કચરાના યોગ્ય નિકાલ ની તાકીદ કરતા આસપાસના વેપારીઓમાં ફફડાટ ફેલાયો હતો. શહેરના વિવિધ વિસ્તારોમાં ઘણાં વેપારીઓ અને ખાસ કરીને ફૂડ સ્ટોલ ધારકો રાત્રે દુકાન વધાવતી વખતે આ રીતે રસ્તા પર પેપર વેસ્ટ,પેકિંગ મટીરીયલ અને ખાદ્ય કચરાનો ઢગલો કરતા હોય છે.શાકભાજીની લારીઓ વાળા પણ સડેલું શાક - ફળોના ઢગલા કરતા હોવાથી ગંદગીની સાથે બદબુ ફેલાય છે. ત્યારે સેનીટરી શાખા ખાદ્ય પદાર્થો,શાકભાજી વેચાતા હોય તેવી જગ્યાઓએ નિયમિત નિરીક્ષણ કરીને કચરો ફેંકનાર ને દંડ કરે,બીજીવાર પકડાય તો કાનૂની કાર્યવાહી કરે તે જરૂરી છે. ઈન્દોર દેશનું સૌ થી સ્વચ્છ શહેર છે.એના મેયર જાતે વિવિધ વિસ્તારોની મુલાકાત લે છે.અને જ્યાં કચરો દેખાય તેની નજીકના દુકાનદારો પાસે કચરો ઊંચકાવે છે અને ચેતવણી આપે છે.ક્યારેક વડોદરાને આવા મેયર મળતા હતા.હવે એ બધું ભવ્ય ભૂતકાળની યાદ બની ગયું છે.ત્યારે એટલિસ્ટ મનપા કડકાઈ સાથે આ પ્રકારની કાર્યવાહી કરે તો શહેરનું સ્વચ્છતા રેન્કિંગ અવશ્ય સુધરશે.
Reporter: News Plus