News Portal...

Breaking News :

ભિંડોલ નજીક કવાંટ સીએચસીની એમ્બ્યુલન્સ માર્ગની બાજુમાં ઉતરી પડી

2024-05-10 17:20:04
ભિંડોલ નજીક કવાંટ સીએચસીની એમ્બ્યુલન્સ માર્ગની બાજુમાં ઉતરી પડી


કવાંટ સામૂહિક આરોગ્ય કેન્દ્રમાં પાવીજેતપુર વિધાનસભાના પૂર્વ ધારાસભ્યએ પોતાના અનુદાનમાંથી એક એમ્બ્યુલન્સ બે વર્ષ પહેલાં ફાળવી હતી. આ એમ્બ્યુલન્સને આજ દિન સુધી આરટીઓ પાર્સિંગ કે વીમો ભરેલ ન હતો. જેને અવારનવાર અહેવાલ પ્રસિદ્ધ થતા માંડ ગયા માસે જ આરટીઓ પાસિંગ કરવામાં આવ્યું અને વીમો ભરવામાં આવ્યો છે. જે એમ્બ્યુલન્સ ગુરુવારે દર્દીને બોડેલી ખાતે મૂકીને આવતા ભિંડોલ પાસે માર્ગની બાજુમાં ઉતરી પડતા ગાડીને નુકસાન થયું છે. તેમ આરોગ્ય કેન્દ્રના કારકૂન દ્વારા માહિતી આપવામાં આવી છે.



આમ અધિકારીઓની બેદરકારીને લઈને છોટાઉદેપુર જિલ્લામાં વિકાસ રૂંધાતો દેખાઈ રહ્યો છે. જ્યારે અધિકારીઓ ઉપર હાલ કોઈ લગામ જોવા મળતી નથી.

Reporter: News Plus

Related Post