10% વ્યાજની ઓફર કરનાર સંચાલકોએ રૂ.3.84 કરોડ જેટલી રકમ ઉઘરાવી લઈ ઉઠમણું ઠગ ટોળકી દ્વારા કંપની રજીસ્ટર કરવામાં આવી છે અને આરબીઆઈ દ્વારા મંજૂરી આપવામાં આવી છે તેવી લોભામણી જાહેરાત કરીને લોકોને આકર્ષવામાં આવતા હતા. આ પ્રકરણમાં તાંદલજાના શાલીમાર ડુપ્લેક્સમાં રહેતા મોહમ્મદ નઈમ મોહમ્મદ હુસેન શેખ (હાલ રહે લાશિયલ એપાર્ટમેન્ટ, નારાયણ ગાર્ડન, ન્યુ અલકાપુરી) ની પણ ખૂલતાં 12 વર્ષથી તે પરિવાર સાથે ક્યાંક ચાલ્યો ગયો હતો. મોહમ્મદ નઈમ છેલ્લા કેટલાક સમયથી ન્યુ અલકાપુરીમાં હરીશ વર્માના નામે રહેતો હોવાની વિગતો મળતા ક્રાઈમ
બ્રાન્ચની ટીમે વોચ રાખી તેને ઝડપી પાડ્યો છે. મોહમ્મદ નઈમને અગાઉ જામનગરની કોર્ટ દ્વારા રૂ.60 લાખના ચેક બાઉન્સ થવાના ગુનામાં બે વર્ષની સજા ફરમાવવામાં આવી હતી અને તેમાં નહીં પકડાતા કોર્ટે વોરંટ કર્યુંહોવાની પણ પોલીસને વિગતો મળી છે. જેથી આ બાબતે કોર્ટને પણ જાણ કરવામાં આવનાર છે.
Reporter: News Plus