ગુજરાતમાં લોકસભાના મતદાન પૂરું થયા બાદ હવે ભાજપમાં આંતરિક ભડકો જાહેરમાં દેખાયો છે. ભાજપના દિગ્ગજ નેતા ગણાતા નારણ કાછડિયાએ પક્ષના જ કાર્યક્રમમાં બળાપો વ્યક્ત કર્યો હતો. તેમણે કહ્યું કે, 'જે સરખું બોલી ન શકે, ગુજરાતીમાં ઈન્ટરવ્યૂ ન આપી શકે, તેવાને ટિકિટ આપી છે.
સાવરકુંડલામાં એક કાર્યક્રમમાં ભાજપ સામે નારાજગી વ્યક્ત કરતા નારણ કાછડિયાએ કહ્યું કે, 'જે સરખું થેન્ક યુ બોલી ન શકે તેવાને ટિકિટ આપી છે. અમરેલી જિલ્લાના તમામ કાર્યકર્તાઓ માટે હજી પણ હું તમારી માટે ગમે ત્યારે રાત્રે પણ ફોન કરજો હું તમારી માટે દોડતો આવીશ. હું તમારી સાથે કાયમી જોડાયેલો છું અને રહેવાનો છું. તમારે કોઇપણ પ્રકારનું કામ હશે તો રાત્રે બે વાગે પણ તમારું કામ થશે. મને કહેવામાં દુઃખ થાય છે પણ ના છૂટકે કહેવું પડે છે. કોઇપણ કાર્યકર્તાને ભાજપનો કાર્યકર્તા ઊભો કરતા-કરતા 10 વર્ષ લાગે છે. એ કાર્યકર્તાને તોડવામાં ખાલી 5 મિનિટ લાગે.'
Reporter: News Plus