લોકસભા ૨૦૨૪ ની ચૂંટણીમાં ભાજપનો ગ્રાફ શેર માર્કેટની માફક નીચે તરફ સરકી રહ્યો હોય તેવો અંદેશો ભાજપના અદના કરકરો તરફથી મળી રહ્યો છે. NewsPluse સાથે નામ નહીં જાહેર કરવાની શરતે એક પેજ પ્રમુખે વાલોપાત કરતા જણાવ્યું હતુંકે,પેજ પ્રમુખ તો દૂર ની વાત છે,બૂથ પ્રમુખ પણ માત્ર પેપર પર હોય છે. અને દરેક વોર્ડમાં કાઉન્સિલર અને સંગઠન વચ્ચે ઘર્ષણ ચાલુ થઇ રહ્યું છે.
એક બીજા ને નીચા દેખાડવા સિવાય કોઈ કમ નથી રહ્યું. બૂથ પ્રમુખ ને પોતા ને પોતા ના બૂથ ની જવાબદારી ની ખબર નથી હોતી તેવી જીહાઝુરિયા પોતાના માનીતાને કામગીરી સોંપાય છે. જમવા ના બહાને મોટા મોટા તાયફા કરી ગમે તે લોકો ને ઉભા કરી આંગળી ઉંચી કરાવી દે છે. કોઈ ને પબ્લિક ની વિસ્તાર ની કે વિસ્તારમાં રહેતા લોકોની કે વડોદરા શહેરની કોઈ ચિંતા નથી. અને ભાજપ નેતાઓ, પદાધિકારી અને કોર્પોરેટર પોતાની મસ્તીમાં રહે છે.
દરેક નાગરિક પરેશાન છે, કોર્પોરેટર ને વિસ્તારમાં લોકો નહીં ઓળખતા હોય એવા વ્યવહાર થયાં છે, ચૂંટણી પ્રચારમાં ક્ષત્રિઓ અને પટેલ લોકો ધ્વારા લોકો સોસાયટી માં નહીં ઘૂસવા નું એમ કહી પાછા કાઠ્યા છે. પોતાના મળતિયા સાથે સોસાયટીમાં બેઠકોમાં પણ કામો નહીં થતું હોવાની ફરિયાદો સાંભળવા મળી હતી.
Reporter: News Plus