News Portal...

Breaking News :

હાલોલ નજીક આવેલી ખાખરીયા કેનાલમાં પોતાના પુત્રની આંખો સામે મોતનો ભૂસકો મારનાર અભેટવાના 44 વર્ષીય ઈસમનો મૃતદેહ શક્તિપુરા કેનાલ પાસેથી મળી આવ્યો

2024-06-01 22:29:55
હાલોલ નજીક આવેલી ખાખરીયા કેનાલમાં પોતાના પુત્રની આંખો સામે મોતનો ભૂસકો મારનાર અભેટવાના 44 વર્ષીય ઈસમનો મૃતદેહ શક્તિપુરા કેનાલ પાસેથી મળી આવ્યો



હાલોલ નજીક આવેલી ખાખરીયા કેનાલમાં પોતાના પુત્રની આંખો સામે મોતનો ભૂસકો મારનાર અભેટવાના 44 વર્ષીય ઈસમનો મૃતદેહ શક્તિપુરા કેનાલ પાસેથી મળી આવ્યો. 
હાલોલ તાલુકાના અભેટવા ગામે રહેતા અર્જુનસિંહ ઉર્ફે વિકરામ નરવતસિંહ રાઠોડ ઉંમર વર્ષ 44 નાઓએ ગત તારીખ 30/05/2024 ગુરુવારના રોજ સાંજના 5:40 મિનિટના સુમારે હાલોલ નજીક ખાખરીયા ગામે આવેલી નર્મદાની મુખ્ય કેનાલમાં મોતનો ભૂસ્કો માર્યો હતો જેમાં કેનાલમાં કુદી જઈ આત્મહત્યા કરનાર અર્જુનભાઈ ઉર્ફે વિકરામભાઈ રાઠોડ કોઈ અગમ્ય કારણોસર અથવા તેઓએ લીધેલા લોનનું દેવું થઈ જવાના કારણે પોતાની જીવન લીલા સંકેલી લેવાના ઇરાદા સાથે હાલોલ નજીક આવેલ ખાખરીયા ખાતે નર્મદા કેનાલ પર પહોંચી પોતાના બે પુત્રો અક્ષય અને રવિ પૈકીના પોતાના મોટા પુત્ર અક્ષય રાઠોડને મોબાઈલથી વિડિયો કોલના માધ્યમથી જાણ કરી હતી 



 પોતે હાલોલ નજીક આવેલી ખાખરીયાની નર્મદાની મુખ્ય કેનાલ પર ઊભા છે અને જીવનથી કંટાળી ગયા છે અને હવે જીવવાની ઈચ્છા નથી તેમ કહેતા અક્ષય પોતાના પિતાની વાત સાંભળી વેદ બાય જે ખૂબ જ ગભરાઈ ગયો અને અક્ષય તાબડતોડ કેનાલ ખાતે દોડી આવ્યો હતો પરંતુ તે પોતાના પિતા અર્જુનસિંહની નજીક કેનાલની પાળ પાસે પહોંચે તે પહેલા દૂરથી અક્ષરને જોઈ અંતિમ વાર પોતાના પુત્રને જોઈ દૂરથી હાથ હલાવી પોતાના પુત્ર અક્ષય રાઠોડની આંખો સામે જ અર્જુનસિંહે નર્મદા કેનાલમાં મોતનો ભૂસ્કો મારી દીધો હતો જેમાં અર્જુનસિંહ કેનાલના રહેતા ઊંડા પાણીમાં કુદી અક્ષય બૂમાબૂમ કરી મુકતા આસપાસથી લોકો દોડી આવ્યા હતા અને બનાવ અંગે તાત્કાલિક હાલોલ નગરપાલિકાની ફાયર ફાઇ ટર સહિત હાલોલ પોલીસને જાણ કરી હતી જેમાં સ્થાનિક પોલીસ સહિત ફાયર ફાઈટરની ટીમ ઘટના સ્થળે દોડી આવી હતી જેમાં હાલોલ નગરપાલિકાની ફાયર ફાઈટરની ટીમના કર્મચારીઓએ બોટ મારફતે કેનાલના પાણીમાં ઊતરી કેનાલના ઊંડા વહેતા પાણીમાં અર્જુનસિંહના શોધવા માટેની કવાયત હાથ ધરી હતી પરંતુ અંધારું થતા સુધી તેઓનો કોઈ પત્તો લાગ્યો ન હતો જે બાદ શુક્રવારે સવારથી જ હાલોલ નગરપાલિકાની ફાયર ફાયર ફાઈટરની ટીમે નર્મદા કેનાલના પાણીમાં અર્જુનસિંહના મૃતદેહની શોધખોળ હાથ ધરી હતી જેમાં બે દિવસની શોધખોળ બાદ તારીખ 01/06/2024 શનિવારે રાત્રે 1:30 વાગ્યાના સુમારે અર્જુનસિંહનો મૃતદેહ કાલોલ તાલુકાના શક્તિપુરા નજીક આવેલી નર્મદા કેનાલમાં તરતોજોવા મળતા ફાયર ફાઈટરની ટીમે તાત્કાલિક ઘટના સ્થળે દોડી આવી હતી અને રાત્રિના અંધકારમાં ટોર્ચ લાઈટ ના સહારે શનિવારે રાત્રિના 2:00 વાગ્યાના સુમારે ભારે જહેમત બાદ પાણીમાંથી અર્જુનસિંહના મૃતદેહને બહાર કાઢી પોસ્ટમોર્ટમ માટે કાલોલની રેફરલ હોસ્પિટલ ખાતે મોકલી આપ્યો હતો 



જ્યારે અર્જુનસિંહ ઉર્ફે વિકરામ નરવતસિંહ રાઠોડનો મૃતદેહ કાલોલ પોલીસ મથકની હદમાં આવેલ શક્તિપુરા નજીકની કેનાલ ખાતેથી મળી આવતા કાલોલ પોલીસે બનાવ અંગે એડી નોધી વધુ તપાસના ચક્રો ગતિમાન કર્યા છે.

Reporter: News Plus

Related Post