News Portal...

Breaking News :

વડોદરાના નાગરિકોની ઉનાળાથી ઉઠેલી પાણીની પોકાર હવે ચોમાસામાં પણ સંભળાઈ, આજે વાઘોડિયા ખાતે રહેતા રહીશોએ પીવાના પાણી માટે હલ્લાબોલ કર્યો

2024-07-23 17:07:30
વડોદરાના નાગરિકોની ઉનાળાથી ઉઠેલી પાણીની પોકાર હવે ચોમાસામાં પણ સંભળાઈ, આજે વાઘોડિયા ખાતે રહેતા રહીશોએ પીવાના પાણી માટે હલ્લાબોલ કર્યો



વડોદરાના નાગરિકોની ઉનાળાની શરૂઆતથી ઉઠેલી પીવાના પાણીની પોકાર હવે ચોમાસાની સિઝનમાંય સંભળાઈ રહી છે. વાઘોડિયા વિસ્તારના રહીશો અપૂરતા તેમજ દુષિત પાણીની સમસ્યાને લઈને હેરાન-પરેશાન થયા. અનેક રજૂઆતો છતાંય તંત્રની નિષ્ક્રિયતાથી રહીશો રોષે ભરાયા.
ઉનાળાની શરૂઆતથી જ વડોદરાના નાગરિકો પીવાના પાણીની સમસ્યાની સામે ઝઝૂમી રહ્યા છે. અનેક વિસ્તારોમાં પીવાના પાણીના મુદ્દે સ્થાનિકો ત્રાહિમામ પોકારી ઉઠયા છે. ત્યારે આજે વાઘોડિયા રોડ સ્થિત વ્રજ વિલા બંગ્લોઝમાં રહેતા રહીશો પાણીના મુદ્દે રોડ પર આવી વિરોધ નોંધાવ્યો.



છેલ્લા ઘણાય સમયથી વ્રજ વિલા બંગ્લોઝના રહિશો પીવાના પાણીની સમસ્યાનો સામનો કરી રહ્યા છે. પીવાનું પાણી અપુરતા પ્રેશરમાં અને દૂષિત પાણી આવી રહ્યું હોવાથી રહીશો ત્રાસી ગયા છે. આ અંગે રહીશોએ અનેકવાર તંત્રને રજૂઆતો કરી સમસ્યાનો ઉકેલ લાવવા માંગ કરી હતી. આ સિવાય રહીશો દ્વારા સ્થાનિક કાઉન્સિલરોને પણ રજૂઆત કરવામાં આવી હતી. 



જેના બાદમાં પીવાના પાણી માટે કામગીરી શરુ કરવામાં આવી હતી. જેમાં RCC રોડ ખોદવાની પણ મંજુરી આપવામાં આવી પણ તેમ છતાંય પાલિકાના અધિકારીઓની નિષ્ક્રિયતાના કારણે રહોશોને રોજેરોજ બહારથી પાણીના ટેન્કરો મંગાવવાના વારા આવ્યા છે. જેથી આજે વ્રજ વિલા બંગ્લોઝના રહિશોએ તંત્ર સામે રોષ વ્યક્ત કર્યો છે.

Reporter: admin

Related Post