News Portal...

Breaking News :

સાત રાજ્યોની 13 બેઠકોનું પેટાચૂંટણીનું આજે પરિણામ જાહેર થશે

2024-07-13 10:25:16
સાત રાજ્યોની 13 બેઠકોનું પેટાચૂંટણીનું આજે પરિણામ જાહેર થશે


નવી દિલ્હી: સાત રાજ્યોની 13 બેઠકો પર 10 જુલાઈએ વિધાનસભાની પેટાચૂંટણીનું આજે પેટાચૂંટણીના પરિણામો મત ગણતરી બાદ જાહેર કરવામાં આવશે. 


આ માટે મતગણતરી શરૂ થઈ ગઈ છે. લોકસભા ચૂંટણી પછી દેશમાં આ પહેલી ચૂંટણી છે જ્યાં NDA ફરી I.N.D.I.A ગઠબંધનનો વચ્ચે ટક્કર છે. સાત રાજ્યોમાં 13 વિધાનસભા બેઠકો પર 10 જુલાઈએ મતદાન થયું હતું, તેમાં બિહાર, પશ્ચિમ બંગાળ, તમિલનાડુ, મધ્ય પ્રદેશ, ઉત્તરાખંડ,પંજાબ અને હિમાચલ પ્રદેશનો સમાવેશ થાય છે. આ બેઠકોના ચૂંટણી પરિણામો આજે જાહેર થશે. હાલ મતગણતરી શરૂ થઈ ગઈ છે. ધીમે ધીમે શરુઆતના વલણ સામે આવવા લાગશે.


પશ્ચિમ બંગાળની રાયગંજ, રાણાઘાટ દક્ષિણ, બગડા અને માણિકતલા, ઉત્તરાખંડની બદ્રીનાથ અને મેંગ્લોર, પંજાબની પશ્ચિમ જલંધર, હિમાચલ પ્રદેશની દહેરા, હમીરપુર અને નાલાગઢ, બિહારની રૂપૌલી, તમિલનાડુની વિક્રવંડી અને મધ્યની અમરવાડા વિધાનસભા બેઠકની પેટાચૂંટણી માટે મતદાન થયું હતું. આ વિધાનસભા બેઠકો પર ધારાસભ્યોના અવસાન અથવા રાજીનામાના કારણે ખાલી થવાને કારણે આ પેટાચૂંટણી કરવામાં આવી છે.હિમાચલ પ્રદેશમાં 71 ટકાથી વધુ મતદાન થયું હતું, જેમાં નાલાગઢ મતવિસ્તારમાં સૌથી વધુ 78 ટકા મતદાન નોંધાયું હતું. તો તમિલનાડુની વિકરાવંડી બેઠક પર 77.73 ટકા મતદાન થયું હતું. આ સિવાય મધ્યપ્રદેશની અમરવાડા બેઠક પર 78.38 ટકા મતદાન નોંધાયું હતું.

Reporter: News Plus

Related Post