મુંબઈ: વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે 13 જુલાઈ શનિવારના રોજ મુંબઈની મુલાકાત લેશે, મુલાકાત દરમિયાન તેઓ મુંબઈને મહત્વના વિકાસ કાર્યોની ભેટ આપશે. વડાપ્રધાન મોદી ત્રીજી વખત વડાપ્રધાન બન્યા બાદ આજે પ્રથમ વખત મુંબઈની મુલાકાત લેશે.
વડાપ્રધાન મોદી ગોરેગાંવમાં NESCO એક્ઝિબિશન સેન્ટર ખાતે એક કાર્યક્રમમાં ₹29,400 કરોડના વિકાસલક્ષી પ્રોજેક્ટ્સનું ઉદ્ઘાટન અને શિલાન્યાસ કરવાના છે. નેસ્કો એક્ઝિબિશન સેન્ટર બાદ વડા પ્રધાન બાંદ્રા કુર્લા કોમ્પ્લેક્સ (BKC)માં ઇન્ડિયન ન્યૂઝપેપર સોસાયટી(INS) સચિવાલયની મુલાકાત લેશે.વડાપ્રધાન મોદીની મુંબઈ મુલાકાત દરમિયાન રાત્રે 8 વાગ્યાથી 9 વાગ્યા સુધીનો સમય રિઝર્વ્ડ રાખવામાં આવ્યો છે. આ દરમિયાન વડા પ્રધાન મોદી અનંત-રાધિકાના વેડિંગ રિસેપ્શનમાં શામેલ થઇ શકે છે.
મુંબઈ મુલાકાત દરમિયાન, વડા પ્રધાન નરેન્દ્ર મોદી લોકમાન્ય તિલક ટર્મિનસ ખાતે નવા પ્લેટફોર્મ અને છત્રપતિ શિવાજી મહારાજ ટર્મિનસ ખાતે પ્લેટફોર્મ 10 અને 11નું વિસ્તરણને રાષ્ટ્રને સમર્પિત કરશે.વડા પ્રધાન નરેન્દ્ર મોદી 13 જુલાઈના રોજ સાંજે 5:30 વાગ્યે ગોરેગાંવમાં NESCO એક્ઝિબિશન સેન્ટર ખાતેના કાર્યક્રમમાં હાજરી આપશે, જ્યાં તેઓ મુંબઈમાં ટ્રાન્સપોર્ટેશન કનેક્ટિવિટી સંબંધિત વિકાસલક્ષી પ્રોજેક્ટ્સનું લોકાર્પણ કરશે. વડાપ્રધાન રેલ્વે, રોડ અને બંદરોના વિકાસને લગતી યોજનાઓનું લોકાર્પણ કરશે. તેઓ આજે મુંબઈમાં કૌશલ્યવર્ધન માટે મુખ્ય મંત્રી યુવા કાર્ય શિક્ષણ યોજના પણ શરૂઆત કરાવશે.
Reporter: News Plus