News Portal...

Breaking News :

ઘરના છોકરા ઘંટી ચાટશે કોમન એક્ટને લીધે મોટે ઉપાડે ઢગલા ઢગલા મત આપનારા મોટો ખર્ચ કરીને છોકરા ભણાવશે..

2024-06-13 18:15:31
ઘરના છોકરા ઘંટી ચાટશે કોમન એક્ટને લીધે મોટે ઉપાડે ઢગલા ઢગલા મત આપનારા મોટો ખર્ચ કરીને છોકરા ભણાવશે..



કોમન એક્ટ નું વરવું સ્વરૂપ સામે આવી રહ્યું છે.મહારાજા સયાજીરાવે વડોદરા માટે જે મહા વિદ્યાલય બનાવ્યું હતું એની હવે ઉપરોક્ત કાળા કાયદા થી ભાગ બંટાઈ થઈ ગઈ છે.અને જેઓ ખોબે ખોબે મતનો પાક લણવા ૨૦૨૨ માં અને ૨૦૨૪ માં નીકળી પડયા હતા એ બધા હવે મોઢું સંતાડે છે.ગરજ પૂરી થઈ ગઈ છે હવે વૈદ્ય સાથે દુશ્મની છે.


કોમન એક્ટનો શરૂઆત થી પ્રખર વિરોધ વડોદરાએ શરૂ કર્યો હતો.કારણ કે આ એવો જોડો છે જે વડોદરા ને વધારે ડંખે.કારણ કે વડોદરા પાસે પોતાની યુનિવર્સિટી છે.વડોદરાના વિદ્યાર્થીઓ વડોદરામાં ભણી શકે એ માટે મહારાજે શરૂ કરેલી યુનિવર્સિટી છે.આ નિવાસી સ્ટેટસ ધરાવતી યુનિવર્સિટી છે.હવે છે નહિ હતી કહેવાનું.પહેલા તો વડોદરાની આસપાસ ખાનગી શિક્ષણ સંસ્થાઓ નું નેટવર્ક વિકસાવવાની તકો આપીને ઘરની યુનિવર્સિટીનું મહત્વ ઘટાડ્યું.હવે એ ખાનગી સંસ્થાઓ ની બેઠકો ખાલી ના રહે એ પણ જોવું પડે.ગાંધી વૈદ્ય નું સહિયારું ચાલે છે.ભાગીદારીમાં સાઈલન્ટ ભાગીદારો એ ધંધાના વિકાસમાં યોગદાન તો આપવું જ પડે.હવે વડોદરા યુનિવર્સિટી ને પ્રવેશ આપવાનો અધિકાર નથી. હા,એના કુલપતિ પાસે તમામ સત્તાઓ કેન્દ્રિત થઈ ગઈ છે.મહારાજા પ્રજા વત્સલ રાજવી હતા.કુલપતિ પાસે વિદ્યાર્થી વવત્સલતા ની અપેક્ષા ન રાખી શકાય.જે ભૂલો કરે,વારંવાર ભૂલો કરે એને ભોગવવું જ પડે.એટલે વાલીઓ ભોગવશે અને પર્વડશે તો છોકરા ભણાવશે.બાકી સત્તાધીશોની મરજી ચાલશે.એમ એસ યુનિવર્સિટી માં એડમિશન ના મુદ્દે હોબાળો ચાલી રહ્યો છે.કોમસ ના પ્રથમ.વર્ષ ના વિદ્યાર્થીઓ માટે  75 ટકા એ પ્રવેશ અટક્યો છે.ક્યારેક ૪૫ ટકા વાળા વડોદરામાં પ્રવેશ ના મળે તો પાદરા જતાં.પણ ભણતા ખરા.હવે ભણવા બહાર જવું પડે અને એ ખર્ચ બધાને ના પોસાય.


જનરલ કાસ્ટ ના વિદ્યાર્થીઓ એડમિશન  થી રહયા વંચિત રહ્યા છે. એ એ લાગના જ છે.એમને ભણવાનો અધિકાર જ નથી.ક્યારેક આ શહેરમાં કોઈને વિદ્યાર્થી હિતરક્ષક ની પદવી લોકોએ આપી હતી. એ વિદ્યાર્થીઓ માટે,વાલીઓ માટે ,શિક્ષણ ના હિત માટે લડતા.હવે સિંહ ઘરડો થઈ ગયો છે.ત્રાડ પ્પડવાનું ભૂલી ગયો છે.એન એસ યુ આઈ એવિદ્યાર્થીઓ તેમજ વાલી સાથે રાખી ને આંદોલન ના માર્ગે આગળ વધવાનું સાહસ કર્યું છે.પણ ભોગ બનેલા એમને દિલ થી ટેકો આપશે કે કેમ એ સવાલ છે.તમામ વિદ્યાર્થીઓનો પ્રથમ વર્ષ માં સમાવેશ કરવાની માંગ છે.પણ હાકેમ કુલપતિ દયાની અરજી સ્વીકારશે કે કેમ એ સવાલ છે.કોમર્સ ની મેન બિલ્ડીંગ ખાતે  પ્રથમ વર્ષ ના વિદ્યાર્થીઓના એડમિશન ના મુદ્દે  નેતાઓ દોડી આવ્યા.પરંતુ જેઓ સત્તાના લાડકા છે એ નેતાઓ ગુમ છે,ચૂપ છે,મોઢું સંતાડી ને બેઠા છે.એમનું શૂરાતન મરી ગયું છે.કોમર્સ ફેકલટી પોલીસ છાવણી મા ફેરવાઈ છે.હવે પ્રત્યેક ફેકલ્ટીમાં પોલીસ ચોકી ખોલીને બંદૂક અણીએ ભણાવવામાં આવે તો નવાઈ નહી.કહેવત છે ને કે હાથના કર્યા હૈયે વાગે.

Reporter: News Plus

Related Post