લોકસભા ચૂંટણી ૨૦૨૪માં અગ્નિવીરોની ભરતીનો મુદ્દો ઘણો ચગ્યો હતો. શાસક ગઠબંધનના કેટલાક ઘટક પક્ષોએ પણ અગ્નિપથ યોજનામાં ફેરફારની હિમાયત કરી હતી. NDA ના પીએમ નરેન્દ્રભાઈ મોદીની આગેવાની હેઠળની સરકારે અગ્નિવીર યોજનાની સમીક્ષા કરવાનો નિર્ણય કર્યો છે.
NDAનવી સરકારના ૧૦૦ દિવસના એજન્ડામાં યોજનાની સમીક્ષાનો પણ સમાવેશ કરવામાં આવ્યો હતો. સચિવોની પેનલ એક પ્રેઝન્ટેશન તૈયાર કરશે જે ઇટાલીથી પરત ફર્યા બાદ પીએમ સમક્ષ મૂકવામાં આવશે. પીએમ તમામ હિતધારકો સાથે વાત કર્યા બાદ નિર્ણય લેશે.મીડિયા અહેવાલો અનુસાર, સરકારી પેનલ અગ્નિવિરો માટે વધુ નાણાકીય લાભની ભલામણ કરી શકે છે. સૈન્યની અંદર હાથ ધરવામાં આવેલા સર્વેમાં, અગ્નિ વીરોને કાયમી રાખવાની ટકાવારીમાં વધારો કરવા પર ખાસ ચર્ચા કરવામાં આવી હતી.હાલમાં ૨૫ ટકા અગ્નિવીરોને રેગ્યુલરાઇઝ કરવામાં આવે છે. તેને સામાન્ય સૈનિકો માટે ૬૦-૭૦ ટકા અને ટેકનિકલ અને નિષ્ણાત સૈનિકો માટે ૭૫ ટકા સુધી રેગ્યુલરાઈઝ કરવા પર વિચારણા કરવામાં આવી રહી છે.આર્મી દ્વારા મળેલા ફીડબેક મુજબ અગ્નિ વીરોમાં સંવાદિતા અને સૌહાર્દનો અભાવ છે. સહકારને બદલે હરીફાઈ કરવાની વૃત્તિ છે, જેના કારણે અગ્નિવીરોમાં વિશ્વાસનો અભાવ જોવા મળી રહ્યો છે.અગ્નિ વીરોનો ટ્રેનિંગ પિરિયડ વધારવા અંગે સેનામાં પણ ચર્ચા ચાલી રહી છે.અગાઉ, સૈનિકોની તાલીમ ૩૭ થી ૪૨ અઠવાડિયા સુધી ચાલતી હતી. અગ્નિવીર યોજનામાં, તાલીમનો સમયગાળો ઘટાડીને ૨૪ અઠવાડિયા કરવામાં આવ્યો હતો. આર્મી દ્વારા મળેલા ફીડબેક મુજબ, આનાથી અગ્નિવીરોની એકંદર તાલીમ પર ખરાબ અસર પડી છે. આથી આર્મી ટ્રેનિંગ પીરિયડને પહેલાની જેમ પુનઃસ્થાપિત કરવાનું વિચારી રહી છે.
અગ્નિવીરની એકંદર સેવાનો સમયગાળો પણઅગ્નિવીરની એકંદર સેવાનો સમયગાળો પણ ચાર વર્ષથી વધારીને સાત વર્ષ કરી શકાય છે. જેથી તેમને ગ્રેચ્યુઈટી અને એક્સ-સર્વિસમેનનો દરજ્જો મળી શકે. કેન્દ્રીય પોલીસ દળોમાં જયારે અગ્નિવીરોની ભરતી કરવામાં આવે ત્યારે તેમની વરિષ્ઠતા જાળવવી જોઈએ તેવું સૂચન પણ છે.અગ્નિપથ યોજના જૂન ૨૦૨૨માં શરૂ કરવામાં આવી હતી. કોવિડ-૧૯ને કારણે સેનાની ભરતી બે વર્ષ માટે અટકાવી દેવામાં આવી હતી, ત્યારબાદ આ યોજના શરૂ કરવામાં આવી હતી. આ અંતર્ગત યુવાનોને ચાર વર્ષની તાલીમ બાદ સેનામાં સામેલ કરવામાં આવે છે. આ સમયગાળા દરમિયાન,તેને દર મહિને રૂ. ૩૦,૦૦૦નો પ્રારંભિક પગાર મળે છે, જે ચોથા વર્ષ વધીને રૂ. ૪૦,૦૦૦ પ્રતિ મહિને થાય છે. ચાર વર્ષ પછી અગ્નિવીરોને ‘આર્મી ફંડ પેકેજ' તરીકે ૧૨ લાખ રૂપિયા મળે છે. વિવિધ સેનાઓ તેમની જરૂરિયાત મુજબ ૨૫% અગ્નિવીરોને રિટર્ન પણ કરી શકે છે.ઓબ્ઝર્વર રિસર્ચ ફાઉન્ડેશનના એક અભ્યાસ મુજબ, એક પૂર્ણ-સમયના સૈનિકની સરખામણીએ સરકારને એક અગ્નિવીર પાછળ વાર્ષિક રૂ.૧.૭૫ લાખ ઓછા ખર્ચવા પડે છે. ૬૦ હજાર અગ્નિવીરોની બેચ પર કુલ બચત ૧૦૫૪ કરોડ થાય છે.
Reporter: News Plus