News Portal...

Breaking News :

મહાનગર પાલિકાનું તંત્ર યોગ્ય કામ કરતું નથી : ગુજરાત હાઈકોર્ટ

2024-06-13 16:52:49
મહાનગર પાલિકાનું તંત્ર યોગ્ય કામ કરતું નથી : ગુજરાત હાઈકોર્ટ


સીટ ખાતાકીય તપાસ કરતી નથી, જવાબદાર અધિકારીની સામે તપાસ કરવામાં આવે:- HC. ટીઆરપી ગેમ ઝોન અંગે સુનાવણી દરમિયાન હાઈકોર્ટે કહ્યું હતું કે અગાઉ બનેલી ઘટનાઓ બાદ સુપ્રીમ કોર્ટે આપેલા નિર્દેશો જણાવાયા હતા. સીટ ખાતાકીય તપાસ કરતી નથી, જવાબદાર અધિકારીની સામે તપાસ કરવામાં આવે તેમજ અધિકારીઓની ભૂમિકા તપાસવી જરૂરી છે. 


રાજકોટ ગેમ ઝોન, મોરબી પુલ તેમજ વડોદરા હરણી તળાવની દુર્ઘટનાથી એક વાત સ્પષ્ટ થાય છે કે મહાનગર પાલિકાનું તંત્ર યોગ્ય કામ કરતું નથી.ટીઆરપી રાજકોટ અગ્નિકાંડને લઈને સરકારે હાઈકોર્ટમાં કહ્યું કે નવ અધિકારીઓની ધરપકડ કરવામાં આવી છે. ત્યારે હાઈકોર્ટે કહ્યું કે તમે નાની માછલીઓ પકડી છે, મોટા અધિકારીઓની ધરપકડ કરી નથી, જે ગેમ ઝોનના ઉદ્ધાટનમાં હાજર હતા. ટીઆરપી ગેમ ઝોન રાતોરાત ઉભું થયું નહોતું. નગરપાલિકા અને મહાનગરપાલિકાનું તંત્રની કામગીરી કેવી છે તે અર્બન હાઉસિંગ વિભાગના સેક્રેટરી તપાસ કરે


આજે ત્રીજીવાર હાઈકોર્ટમાં સુઓમોટો અરજી પર સુનાવણી હાથ ધરવામાં આવી છે. એડવોકેટ પંચાલ દ્વારા બિલ્ડિંગને લગતા નિયમો હાઈકોર્ટમાં રજૂ કર્યા તેમજ બીયુ પરમિશન ન હોય તેમજ તેના નિયમોનું પાલન ન કરતા હોય તેની સામે કોઈ પગલાં લેવાતા નથી. આ ઉપરાંત એડવોકેટ પંચાલે હાઈકોર્ટમાં જણાવ્યું કે હાઈરાઈઝ બિલ્ડિંગ, હોસ્પિટલ જેવા સ્થળોએ નિયમો અનુસાર ફાયર પ્રિવેન્શન સિસ્ટમ જરૂરી છે. આ ઉપરાંત તંત્ર દ્વારા સમયે-સમયે ચેકિંગ કરવી જોઈએ. વધુમાં એડવોકેટ પંચાલે કહ્યું હતું કે બીયુ પરમિશન આપ્યા વગર વીજ જોડાણ આપવું જોઈએ નહી. આ ઉપરાંત એડવોકેટ પંચાલે કહ્યું કે મૃતકોના પરિવારને વળતર આરોપીઓના ખીસ્સામાંથી ચૂકવવામાં આવે.

Reporter: News Plus

Related Post