મુંબઈ : લાલબાગચા રાજાના શિરે આ વર્ષે 20 કિલો સોનાનો મુગટ છે. જે અંબાણી પરિવારે અર્પણ કર્યો છે. જેની કિંમત 16 કરોડ રૂપિયા છે. જેમાં ઝીણી કોતરણીવાળી ગોલ્ડન અને સિલ્વર ડિઝાઇન સાથે રાજાની પાછળ બંને તરફ મહેલની દીવાલ પર મોરની સજાવટ પણ કરવામાં આવી છે.
અનંત અંબાણીને લાલબાગચા રાજા સાર્વજનિક ગણેશોત્સવ મંડળના ઑનરરી મેમ્બર તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે. અંબાણી પરિવારે આ ગણેશ મંડળની પેશન્ટ આસિસ્ટન્ટ ફંડ સ્કીમમાં પણ ફાળો આપ્યો છે. રિલાયન્સ ફાઉન્ડેશને લાલબાગચા રાજા મંડળને 24 ડાયાલિસિસ મશીન પણ આપ્યા છે. દર વર્ષે અંબાણી પરિવાર પણ કરોડો રૂપિયાનું દાન આપે છે.લાલબાગચા રાજા સાર્વજનિક ગણેશોત્સવ મંડળના સુધીર સીતારામ સાળવીએ જણાવ્યું હતું કે લાલબાગચા રાજાની પ્રથમ ઝલક બહાર આવી છે.
મંડળે તેની માટે સારી રીતે તૈયારીઓ કરી છે. લાલબાગચા રાજાના દર્શન માટે લાઇન લાગે છે. તેમજ આવતીકાલથી શરૂ થતા દર્શન માટે પણ વ્યવસ્થા ઉભી કરવામાં આવી છે.મૂર્તિની ડિઝાઇન દર વર્ષે બદલાતી રહે છે મુંબઈમાં લાલબાગચા રાજાની પ્રતિમાનો ભવ્ય દેખાવ ભક્તોમાં આકર્ષણનું કેન્દ્ર રહે છે. મૂર્તિની ડિઝાઇન દર વર્ષે બદલાતી રહે છે. ગણેશોત્સવ દરમિયાન અહીં મોટી સંખ્યામાં લોકો પોતાની ઈચ્છા સાથે ગણપતિના દર્શન કરવા આવે છે. ગણેશ મંડળ દ્વારા સંપૂર્ણ વ્યવસ્થા કરવામાં આવી છે.લાલબાગચા રાજાના દર્શન કરવા દેશ-વિદેશથી લોકો આવે છે.
Reporter: admin