પૂણે: મહારાષ્ટ્રના પૂણેમાં વડા પ્રધાન નરેન્દ્ર મોદીનું મંદિર બનાવનાર કાર્યકર્તાએ ભાજપથી છેડો ફાડી દીધો છે. મયુર મુંડેએ વર્ષ 2021માં ‘મોદી મંદિર’ નિર્માણ કરાવ્યું હતું અને તે દેશભરમાં ખૂબ જ ચર્ચામાં રહ્યું હતું.
આગામી વિધાનસભા ચૂંટણી પહેલા ભાજપમાં આંતરિક મતભેદો જોવા મળી રહ્યા છે. કોથરૂડ અને ખડકવાસલાના વર્તમાન વિધાનસભ્ય પર ઉમેદવારોની પસંદગીની પ્રક્રિયામાં દખલ કરવાનો આરોપ લાગ્યો છે. આ નમો ફાઉન્ડેશનના મયુર મુંડેએ શિરોલે સામે ભારે નારાજગી વ્યક્ત કરી હતી અને પોતાના આક્ષેપો જાહેર કર્યા હતા.મયુર મુંડેએ કહ્યું, ‘મેં ઘણાં વર્ષોથી પાર્ટીના વફાદાર કાર્યકર તરીકે કામ કર્યું છે. હું જુદા જુદા હોદ્દા પર પણ રહ્યો છું અને પાર્ટી માટે ઈમાનદારીથી કામ કર્યું છે. અંગ્રેજ અખબારના જણાવ્યા અનુસાર મુંડેએ કહ્યું કે ભાજપ પક્ષના વફાદાર કાર્યકરોની અવગણના કરી રહી છે અને અન્ય રાજકીય પક્ષોમાંથી જોડાનારાઓને મહત્વ આપી રહી છે. અન્ય પક્ષોમાંથી આવતા લોકોને પક્ષમાં વિવિધ પદો આપવામાં આવી રહ્યા છે. મુંડેએ કહ્યું કે જૂના પદાધિકારીઓનું અપમાન કરવામાં આવી રહ્યું છે.
હવે તેમને પાર્ટીની બેઠકોમાં પણ બોલાવવામાં આવતા નથી. તેમના મંતવ્યો પણ સાંભળવામાં આવતા નથી અને તેમને ચૂંટણી પ્રક્રિયાથી દૂર રાખવામાં આવ્યા છે.ભાજપના પ્રાથમિક સભ્યપદેથી રાજીનામું આપ્યા બાદ મુંડેએ કહ્યું, ‘હાલના ધારાસભ્યો એવા લોકોના મત વિસ્તારોમાં ગ્રાન્ટને ખર્ચી રહ્યા છે જેઓ અન્ય પક્ષોમાંથી ભાજપમાં જોડાયા છે. પાર્ટીના વફાદાર કાર્યકરોના મતવિસ્તારને કંઈ આપવામાં આવી રહ્યું નથી. તેમણે કહ્યું કે વર્તમાન ધારાસભ્યને છેલ્લા 5 વર્ષમાં શિવાજીનગર વિધાનસભા ક્ષેત્રમાં કોઈપણ 2 મોટી યોજનાઓ લાગુ કરવા માટે ભંડોળ મળ્યું છે, પણ તેણે આ માટે કોઈ પ્રયાસ નથી કર્યા. તેણે કહ્યું આથી હું પાર્ટીના તમામ હોદ્દા પરથી રાજીનામું આપી રહ્યો છું. હું પીએમ મોદીનો કટ્ટર સમર્થક છું અને તેમના માટે કામ કરું છું. પરંતુ, પાર્ટીમાં અમારા જેવા લોકો માટે જગ્યા બચી નથી. તેથી જ મેં આ નિર્ણય લીધો છે.
Reporter: admin