સંસ્કારી નગરી વડોદરા ખાતે શરૂ થયેલા નવરાત્રી મહોત્સવની ધામધૂમથી ઉજવણી કરાઈ રહી છે
ત્યારે શહેર ના સનફાર્મા રોડ ઉપર આવેલા મહારાજા ચોક નજીક આવેલા સારા ફાઉન્ડેશન નવરાત્રી મહોત્સવ ના બીજા નોરતે જ ત્રણ હઝાર થી વધુ ખેલૈયાઓ ગરબે ઘૂમ્યા હતા આ તકે અત્રે ખાસ ઉપસ્થિત વડોદરાના સાંસદ ડો.હેમાંગ જોશી શહેરીજનોને નવરાત્રીની શુભેચ્છાઓ પાઠવી હતી.સંસ્કારી ગણાતી વડોદરા નગરીના સનફાર્મા રોડ ઉપર આવેલા સારા ફાઉન્ડેશન આયોજિત સારા નવરાત્રી મહોત્સવના આયોજક અનિલસિંહ ચૌહાણે માહિતી આપત્તા જણાવ્યું હતું કે સારા નવરાત્રી મહોત્સવમાં બીજા નોરતા ને દિવસે ત્રણ હઝાર થી વધુ ખેલૈયાઓ ટ્રેડિશનલ ડ્રેસ માં ગરબે ઘૂમી માતાજીની અનોખી રીતે આરાધના કરી હતી.
આ નવરાત્રી મહોત્સવને માણવા વડોદરા સાંસદ ડો.હેમાંગ જોશી સહિત વિવિધ રાજકીય આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા આ તકે ઉપસ્થિત સાંસદે શહેરીજનોને નવરાત્રીની શુભેચ્છાઓ પાઠવી હતી.નવરાત્રી મહોત્સવ ને સફળ બનાવવા સમગ્ર સારા ફાઉન્ડેશનના તમામ કાર્યકરોએ ભારે જહેમત ઉઠાવી રહ્યા છે.
Reporter: admin