લબેકના નારા સાથે ઉમરાહ જીયારત માટે મુસ્લિમોના પવિત્ર ધાર્મિક સ્થળ મક્કા મદીના શરીફ સાઉદી અરેબિયા ખાતે ડભોઇ જુમ્મા મસ્જિદ કચેરી રોડ ખાતે થી રવાના થતા તમામની આંખો ભીની થઈ ગઈ હતી
ઇસ્લામ ધર્મના પવિત્ર સ્થળ સાઉદી અરેબિયા ખાતે આવેલા મક્કા મદીના શરીફ ડભોઇના સિનિયર પત્રકાર યુસુફભાઈ ફાતીયાના બનેવી મક્કા મદીના જીયારત ઉમરાહ કરવા રજાકભાઈ ગુલામભાઈ મન્સૂરી તેમજ તેઓના મોટાભાઈ સિકંદર ભાઈ ગુલામભાઈ મન્સૂરી અને જુમ્મા મસ્જિદના મોલાના અનવર અશરફી તેમજ સિદ્દીક ભાઈ ઘાંચી અને તેઓનો પરિવાર તથા નાના બાળકો સહિત આશરે 45 લોકો સાઉદી અરેબિયા ખાતે જવા રવાના થયા હતા
તમામ મુસ્લિમો પણ પવિત્ર સ્થળના દીદાર કરે અને તેઓને પણ ઈચ્છા પૂરી થાય તેવી દુઆ મૌલાના અનવર અસરફી દ્વારા ગુજારવામાં આવી હતી. અને જિંદગીની અનમોલ ઇચ્છા પૂર્ણ કરવા મક્કા મદીના જવા માટે અલ્લાહ ના મહેમાન બનીને રજાક ભાઈ મન્સૂરી તેમજ સિકંદર ભાઈ મન્સૂરી સહિત અન્ય મુસ્લિમો પણ જઈ રહ્યા છે મક્કા ખાતે ઉમરાની વિધિ તેમજ મદીના શરીફમાં ઈસ્લામ ધર્મ સ્થાપક હજરત મહમ્મદ મુસ્તફા સ.અ.વ. ના ગુંબજના દીદાર કરવાનો સૌભાગ્ય તેઓ સહિત તમામ ને પ્રાપ્ત થશે.
Reporter: admin