વડોદરા : શહેરમાં નવરાત્રિ મહોત્સવ ઉજવાઇ રહ્યો છે. નવરાત્રિ મહોત્સવના બીજા જ નોરતે ગરબા રમવા માટે ગયેલી સગીરા ઉપર મોડીરાત્રે ભાયલી વિસ્તારમાં ગેંગરેપની ઘટના બનતા સનસનાટી મચી ગઈ છે.
શહેરના ભાયલી વિસ્તારમાં 16 વર્ષની સગીરા મિત્ર સાથે ગરબા રમવા નીકળી હતી. ગ્રામ્ય એસપીએ જણાવ્યું હતું કે સગીરાના મિત્ર અવવાવરું જગ્યા પર ઊભા રહીને વાતો કરતાં હતા એ દરમિયાન ત્યાંથી બે બાઇક સવાર પસાર થઈ રહ્યા હતા જેમાં પાંચ લોકો સવાર હતા. સગીરા એ બૂમો પાડતા બે લોકો ત્યાંથી ભાગી ગયા હતા જ્યારે અન્ય ત્રણ પૈકી એકે સગીરાના મિત્રને પકડી રાખી બે લોકોએ સગીરા પર દુષ્કર્મ કર્યું હતુ. દુષ્કર્મ આચરતા સમગ્ર પંથકમાં ચકચાર મચી ગઈ છે. પોલીસે આ મામલે ફરિયાદ નોંધી તપાસ હાથ ધરી છે. વડોદરા ભાયલી વિસ્તારની ઘટનાના પગલે શહેર અને જિલ્લાના પોલીસ અધિકારી સાથેનો કાફલો ઘટનાસ્થળે પહોંચી જઇ તપાસ હાથ ધરી છે. પોલીસ તેમજ FSLની ટીમ ઘટનાસ્થળે પહોંચીને તપાસ શરૂ કરી છે.
ઘટના સ્થળે માર્કિંગ કરી સેમ્પલ લેવાની પ્રક્રિયા હાથ ધરાઈ છે. ઘટના સ્થળેથી ઝાંઝર અને તૂટેલા ચશ્મા મળતા પોલીસે કબજે કર્યાં હતા.વડોદરા શહેરમાં નવરાત્રિ મહોત્સવ ઉજવાઇ રહ્યો છે. નવરાત્રિ મહોત્સવના બીજા જ નોરતે ગરબા રમવા માટે ગયેલી સગીરા ઉપર મોડી રાત્રે ભાયલી વિસ્તારમાં ગેંગરેપ ઘટના બનતા સનસનાટી મચી ગઈ છે. તાલુકા પોલીસે ફરિયાદના આધારે કાર્યવાહી હાથ ધરી છે.
Reporter: