News Portal...

Breaking News :

સ્થગિત કરાયેલી નર્મદા પરિક્રમા ઝડપથી શરૂ કરવા આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદે માગ કરી.

2024-05-03 17:13:05
સ્થગિત કરાયેલી નર્મદા પરિક્રમા ઝડપથી શરૂ કરવા આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદે માગ કરી.


નર્મદા ડેમના રિવર બેડ પાવર હાઉસનાં ત્રણ ટર્બાઈન ચાલુ થતાં ઉત્તરવાહિની નર્મદા પરિક્રમા 10 દિવસ માટે સ્થગિત કરવામાં આવી છે. એને લઈને હિન્દુ સંગઠનોમાં રોષ જોવા મળી રહ્યો છે. આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદે આજે કલેક્ટરને આવેદનપત્ર આપીને નર્મદા પરિક્રમા શરૂ કરવા માગ કરી છે અને નર્મદા પરિક્રમા શરૂ નહીં કરાય તો રાજ્યભરમાં ઉગ્ર આંદોલનની ચીમકી ઉચ્ચારી છે. કલેક્ટર કચેરીમાં આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદના કાર્યકરોએ ‘નર્મદા પરિક્રમા શરૂ કરો...શરૂ કરો’, ‘તઘલખી નિર્ણય પાછો લો...પાછો લો...’ના સૂત્રોચ્ચાર કર્યા હતા.


આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદે કલેક્ટરને આપેલા આવેદનપત્રમાં જણાવ્યું છે કે નર્મદા જિલ્લામાં પૌરાણિક ઉત્તરવાહિની પરિક્રમા સદીઓથી ચાલતી આવે છે, જે સમગ્ર હિન્દુ સમાજ માટે આસ્થાનું કેન્દ્ર છે, પરંતુ મા નર્મદાની પરિક્રમા ન થાય એવા પ્રયત્નો સરકાર અને પ્રશાસન દ્વારા થઈ રહ્યા છે. ગત વર્ષે પણ પ્રશાસન દ્વારા યેન કેન પ્રકારેણ પરિક્રમામાં હેરાનગતિ કરવામાં આવી હતી. આ વર્ષે પણ પ્રશાસન દ્વારા પરિક્રમા શરૂ થાય એ પહેલાંથી એમાં હેરાનગતિ શરૂ કરી દીધી હતી. ત્યાર બાદ સાધુ-સંતો અને હિન્દુઓ દ્વારા વિરોધ થતાં પરિક્રમા શરૂ કરવામાં આવી હતી

Reporter: News Plus

Related Post