હવામાન વિભાગ અનુસાર આગામી 3-5 દિવસ દરમિયાન સૌરાષ્ટ્ર-કચ્છના ચાર જિલ્લાઓમાં હીટવેવની અસર વર્તાશે. જેમાં કચ્છ, પોરબંદર, ગીર સોમનાથ અને ભાવનગરમાં હીટવેવ સહિત યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. આગામી ચોથા અને પાંચમા દિવસે અમદાવાદ અને આસપાસના શહેરોમાં પણ યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે.
હવામાન વિભાગની આગાહી અનુસાર આગામી ત્રણ દિવસ અમદાવાદ અને આસપાસના જિલ્લાઓ સહિત સૌરાષ્ટ્ર અને કચ્છમાં મહત્તમ તાપમાન 40 ડિગ્રીથી વધુ નોંધાય તેવી શક્યતા છે. અમદાવાદ શહેરનું મહત્તમ તાપમાન આગામી ત્રણ દિવસ દરમિયાન 42 ડિગ્રી સેલ્સિયસ સુધી રહેવાની શક્યતા છે. ત્યાર બાદ 7 અને 8 મેના રોજ મહત્તમ તાપમાન 43 ડિગ્રી સેલ્સિયસ નોંધાય તેવી શક્યતા છે. બાદમાં ફરી એકવખત તાપમાનમાં એક ડિગ્રી જેટલો ઘટાડો થઈને મહત્તમ તાપમાન 42 ડિગ્રીએ પહોંચે તેવી શક્યતા છે. આ ઉપરાંત સૌરાષ્ટ્ર-કચ્છના જિલ્લાનું મહત્તમ તાપમાન પણ 40 ડિગ્રી સેલ્સિયસથી વધુ રહેવાની સંભાવના હવામાન વિભાગના સૂત્રોએ વ્યક્ત કરી હતી.
Reporter: News Plus